GSTના દરમાં કરવામાં આવેલાં ફેરફારનો ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધ કરાશે ફોગવા

-વિરોધ
પ્રદર્શનને સરકાર ધ્યાનમાં નહીં લે તો તા.૧લીએ એક દિવસ માટે ટેક્સટાઇલ એકમો બંધ
કરવાની હિમાયત

 સુરત
          

જીએસટીના
દરમિયાન કરવામાં આવેલા ફેરફારનો વિરોધ નોંધાવવાનું નક્કી કર્યું છે. ફોગવાએ
કારખાનેદારોને તા.૩૦ અને ૩૧મીએ પોતપોતાના વિસ્તારમાં એકત્રિત થઈ કાળાં વાવટા
ફરકાવવા તથા કાળી પટ્ટી પહેરીને વિરુદ્ધ દર્શાવવા જણાવ્યું છે.

આ બે
દિવસના ગાંધી ચિંધ્યા માર્ગે થતાં વિરોધ બાદ પણ સરકાર યોગ્ય પ્રતિસાદ નહિ આપે તો
, તા.૧લીએ એક દિવસ માટે
તમામ ઉત્પાદન પ્રક્રિયા બંધ કરી વિરોધ કરવામાં આવશે. આ ઉપરાંત બધાં જ વિવર્સે તા.
1લીથી 5 દિવસ માટે 
ગ્રે કાપડની ડિલિવરી તથા યાર્નની ખરીદી બંધ રાખી વિરોધ નોંધાવશે.

આજે
બપોરે ફોગવા ફેડરેશન ઓફ ગુજરાત વેલ્ફેર એસો.ના હોદ્દેદારો તથા વિવિધ સોસાયટીના
પ્રમુખોની મિટિંગ મળી હતી. તેમાં આ નિર્ણય લેવામાં આવ્યાં હતાં.

જીએસટીના
દરમાં થયેલા ફેરફારનો કાળી પટ્ટી પહેરી તથા કાળા વાવટા ફરકાવીને વિરોધ કરવાનું
ટેકસટાઈલ ઉધોગકારોએ નક્કી તો કર્યું છે. પરંતુ પ્રતિસાદ મળશે કે કેમ એ બાબતે એક
કારખાનેદારે શંકા વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે આ વિરોધ અંગેના સંદેશાઓ
કારખાનેદારો સુધી પહોંચ્યા જ નથી.

વળી, વિરોધ દર્શાવવા માટે
પોતાના વિસ્તારમાં એકત્રિત થવાની સૂચનાઓ આપવામાં તો આવી છે. પરંતુ એકત્રિત થવાના
કિસ્સામાં સુરત શહેર પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ થાય છે કે કેમ તે બાબતે પણ
ધ્યાન રાખવાની જરૃર છે.

<

p class=”30gBold”> 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s