માંડવી તાલુકાના સરકુઈ ગામે માંડવી વન વિભાગ ધ્વારા ખેરના લાકડા ભરેલ પીકઅપ ઝડપી પાડવામાં આવી

સુરત, તા. 30

જંગલો માં થતી લાકડા ચોરી અટકાવવા માટે જંગલ ખાતા તરફ થી સતત ચેકીંગ હાથ ધરવામાં આવે છે.જેમાં નાયબ વન સંરક્ષક સુરત શ્રી પુનિત નૈય્યર ને મળેલ ગુપ્ત બાતમીના આધારે માંડવી તાલુકા ના સરકુઈ ગામે ખેર ના લાકડા ભરેલ પીકઅપ વન વિભાગ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો.

માંડવી તાલુકામાં થી લાકડાની ચોરી કરેલ એક પીકઅપ પસાર થવાની બાતમી સુરત ના નાયબ વનસંરક્ષક પુનિત નેયર ને મળી હતી.જેથી તેઓએ માંડવીના મદદનીશ વન સંરક્ષક સુરેન્દ્રસિંહ કોસાડા માર્ગ દર્શન હેઠળ માંડવી દક્ષિણ રેંજના રેંજ ફોરેસ્ટ ઓફિસર ઉપેન્દ્રસિંહ ડી. રાઉલજી અને અન્ય અધિકારીઓ સાથે મળીને રાત્રીના સમયે ટીમ બનાવીને અલગ અલગ જગ્યાએ પેટ્રોલીંગમાં હતા. એ સમય દરમ્યાન આજે સવારે સાત કલાકે પીપલવાડા થી ફેદરીયા રોડ પર પૂરઝડપે ટાટા પીકઅપ વાહન નં. GJ-19-V-0450 જતી હતી. વન અધિકારીઓ ને પીછો કરતા જોઈ પીપલવાડા થી સરકુઈ ગામ પાસે ડ્રાઈવર ગાડી રસ્તાની બાજુમાં મુકી ભાગી ગયો હતો. વાહનની તપાસ કરતા ખેરના તાજા છોલેલા લાકડાનો જથ્થો મળી આવેલા હતો. જેથી ભારતીય વન અધિનિયમ-1927 ની કલમ હેઠળ વાહન અટક કરી માંડવી ખેડપુર ડેપો ખાતે જમા કરેલ છે. આ અંગે ખેડપુર ડેપો માંડવી ખાતે વધુ તપાસ કરતા ખેર ગંડેરી નંગ-૩૨ ઘ.મી. ૧.૭૩૯ જેની બજાર કિંમત રૂા. 41,371/- અને ટાટા પીકઅપ નં.GJ-19-V-0450 વાહનની અંદાજીત કિંમત રૂા.6૦,૦૦૦/- મળી કુલ 1,૦1,371/– થયો છે. ખેરનો મુદ્દામાલ ગેર કાયદેસર રીતે એકઠો કરવો અને બિન પરવાનગીએ કાપી અને વાહતુક કરવો ગુનો બને છે. જેનો લાખગામ રાઉન્ડમાં રા.ગુ.નં.૦4/2૦21-22 થી ગુનો નોંધી આગળની તપાસ સોંપવામાં આવેલ છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s