GSTના દરમાં વધારાના વિરોધમાં કાપડબજારમાં 30મીએ બંધની જાહેરાત


-ખેડૂતોની
માંગ સરકારે સ્વીકારી લીધી છે
,
તેમ વેપારીઓની વાત પણ સ્વીકારવી પડશે, એવી
ચર્ચા થઇ રહી છે

         સુરત

જીએસટીના
દરમાં ફેરફાર તા.૧લીથી અમલમાં આવી રહ્યો છે અને આ મુદ્દે તા.૩૦મીના રોજ વિરોધ
પ્રદર્શન કરવાનું નક્કી થયું છે. પરંતુ આ સાથે સુરતની તમામ માર્કેટ ગુરૃવારના રોજ
બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.

સુરત પણ
બંધમાં સામેલ થઇ રહ્યું હોવાની ચર્ચાઓ જોરમાં છે. વેપારીઓની સંસ્થાએ અલગ-અલગ માર્કેટ
એસો.ને ફોન કરીને તા.
30મીના વિરોધ પ્રદર્શનમાં સામેલ થવા તથા સહયોગ આપવાની વિનંતી શરૃ કરી દીધી છે.
વેપારી વર્ગમાં વિરોધ પ્રદર્શનને લઇને ચર્ચાઓ ખૂબ જોરશોરથી ચાલી રહી છે.

ખેડૂત
કાયદાઓના વિરોધમાં આંદોલન કરનારા ખેડૂતોની માંગ સરકારે સ્વીકારી લીધી છે
, તેમ વેપારીઓની વાત પણ
સ્વીકારવી પડશે
, એવી વાતો પણ વેપારીઓમાં શરૃ થઈ ગઈ છે.
ખેડૂતોએ તો એક વર્ષ સુધી આંદોલન ચલાવ્યું હતું. વેપારીઓ આ માટે પોતાના કામકાજ
કેટલાં દિવસ બંધ રાખશે તેવું પણ પૂછવામાં આવી રહ્યું છે.

આજે
સાંજ પછી વેપારીઓના અલગ-અલગ ગૃપોમાં અને માર્કેટોમાં બંધની ચર્ચાઓ જોરમાં ચાલી
હતી. જોકે
, મોડી સાંજે વેપારીઓની સંસ્થાએ તા.૧લીથી અમલમાં આવી રહેલાં જીએસટીના
વધારાના દરની મુદ્દે તા.
30મીએ માર્કેટ બંધ રાખવાની જાહેરાત
કરી
, તેના સંદેશા ખૂબ જ ઝડપભેર ફરતાં થયાં હતાં.

<

p class=”MsoNormal”> 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s