વરાછા, સચિન અને મગદલ્લામાં અકસ્માતના બનાવોમાં ત્રણના મોત

સચિનમાં
બસની
, મગદલ્લામાં
કારની અને રેશમ ભવન પાસે અજાણ્યા વાહનની અડફટે મૃત્યુ

        સુરત :

અકસ્માતની
ત્રણ ઘટનામાં સચીનમાં બસ ચાલકે ટક્કર મારતા ઇજા પામેલા યુવાન તથા ઓ.એન.જી.સી બ્રીજ
પાસે કારે બાઇકને ટક્કર મારતા યુવાન અને વરાછામાં અજાણ્યા વાહને અડફટે લેતા
યુવાનનું મોત થયુ હતુ.

નવી
સિવિલથી મળેલી વિગત મુજબ મગદલ્લા ગામમાં રહેતો
32 વર્ષીય ઉમેશ બિજુ યાદવ ગત તા.૨જીએ રાતે
બાઇક પર જતો હતો. તે સમયે ઓ.એન.જી.સી બ્રીજ નજીક કાર ચાલકે બાઇકને ટક્કર મારી હતી.
જેમાં તેને ઇજા થતા ખાનગી હોસ્પિટલ બાદ નવી સિવિલમાં દાખલ કર્યો હતો. ત્યાં આજે
સવારે તેનું સારવાર દરમિયાન મોત થયુ હતુ. તે મુળ ઝારખંડનો વતની હતો. તેને બે સંતાન
છે. તે દિવાલ પર વોલપેપરના કામ સાથે સંકળાયેલો હતો. ઉમરા પોલીસે તપાસ આદરી છે.

બીજા
બનાવમાં સચીનમાં ઉનપાટીયા રોડ જલકૃપા સોસાયટીમાં રહેતો
40 વર્ષીય રામબરન
શિવમોહન નિશાદ ગત તા.
21મીએ સવારે સચીન જી.આઇ.ડી.સી નાકા
નજીક નવજીવન હોટલ પાસે  કેળાનું કેરેટ
ઉંચકીને પગ પાળા જતો હતો તે સમયે તેને બસચાલકે અડફટે લેતા નવી સિવિલમાં દાખલ કર્યો
હતો. ત્યાં સારવાર દરમિયાન આજે સવારે તે મોતને ભેટયો હતો. તે મુળ ઉતરપ્રદેશના
ફતેપુરના વતની હતો. તેને
3 સંતાન છે. તે લારીમાં કેળાનું
વેચાણ કરતો હતો.

<

p class=”12News”>ત્રીજા
બનાવમાં વરાછામાં રેશમભવન પાસે રહેતો
35 વર્ષીય દેવશી નનાભાઇ ભુવા ગત તા.10મી સવારે
વરાછામાં રેશમભવન પાસે લકઝરી બસના પાર્કિગના પોપડાના ખુલ્લા મેદાનમાં અજાણ્યા વાહન
ચાલકે તેને અડફેટે લેતા હોસ્પિટલમાં દાખલ કર્યા ે હતો. બાદમાં તેનું મોત થયુ હતુ.
તે  બસની સફાઇ કામ કરતો હતો. આ અંગે વરાછા
પોલીસે તપાસ હાથ ઘરી છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s