મગદલ્લાના શોટ્સ ગેમ જોનમાં આયોજીત ફેશન શો માં સોશ્યિલ ડિસ્ટન્સના ધજાગરા ઉડયા


– કોલેજના વિદ્યાર્થીઓ માટે ફેશન શોનું આયોજન કર્યુ હતું, પોલીસે આયોજક વિદ્યાર્થી વિરૂધ્ધ ગુનો નોંધ્યો

(પ્રતિનિધિ દ્વારા) સુરત, બુધવાર

કોરોનાના પુનઃ વધી રહેલા સક્રમણને પગલે જાહેર કાર્યક્રમમાં કોરોનાની ગાઇડલાઇનનું ચુસ્ત પાલન કરવાના આદેશ વચ્ચે મગદલ્લા સ્થિત શોટ્સ ગેમ જોનના બેન્કવેટ હોલમાં કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ફેશન શોનું આયોજન કરનાર વિરૂધ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

કોરોનાનું પુનઃ સક્રમણ વધી રહ્યું હોવાથી તકેદારીના ભાગ રૂપે કોરોનાની ગાઇડલાઇનનું ચુસ્ત પાલન કરવા આદેશ આપ્યો છે. તેમાં પણ ખાસ કરીને માસ્ક પહેરવા અને સોશ્યિલ ડિસ્ટન્સ જાળવવા માટે કડક સૂચના આપવામાં આવી છે. તેવા સંજોગોમાં મગદલ્લા સ્થિત શોટ્સ ગેમ જોનના બેન્કવેટ હોલમાં કોલેજના વિદ્યાર્થીઓ આયોજીત ફેશન શોમાં એક્ઠા થયેલા વિદ્યાર્થીઓએ માસ્ક પહેર્યા ન હતા. ઉપરાંત સોશ્યિલ ડિસ્ટન્સના પણ નહીં જાળવી કોરોના ગાઇડલાઇનના ધજાગરા ઉડાવ્યા હતા. જેને પગલે ફેશન શોના મુખ્ય આયોજક અનુજ સુરેશ ગોયેલ (ઉ.વ. 21 રહે. બી 801, સ્વપ્નીલ પેલેસ અગ્રવાલ સ્કૂલ પાસે, કેનાલ રોડ, વેસુ) વિરૂધ્ધ પોલીસ કમિશ્નરના જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s