પાંડેસરામાં પરિવારે ઘરમાં લગ્ન અંગે ચર્ચા કરી અને તરૃણીએ ફાંસો ખાધો

વડોદગામમાં
સાત દિવસ અગાઉ યુપીથી આવેલા યુવાનનો અને વરાછામાં અગમ્યકારણસર યુવાનનો આપઘાત

      સુરત :

પાંડેસરામાં
આજે સવારે  લગ્ન અંગે પરિવારજનોએ ચર્ચા
કર્યા બાદ 17 વર્ષીય તરૃણી તથા પાંડેસરામાં યુવાન અને વરાછામાં યુવાને આત્મ હત્યા
કરી મોતને વ્હાલુ કર્યુ હતુ.

<

p class=”12News”>નવી
સિવિલથી મળેલી વિગત મુજબ પાંડેસરામાં સીતાનગરમાં રહેતી 17 વર્ષીય નિસુકુમારી રાજ
વિશ્વકર્માએ આજે સવારે ઘરે છતના લોખંડના એંગલ સાથે સાડીનો છેડો બાંધી ફાંસો ખાઇ જીવન
ટુંકાવ્યુ હતુ. પોલીસે કહ્યુ કે નિસુકુમારી મુળ બિહારની વતની હતી.  તેના લગ્ન કરવા અંગે પરિવારના સભ્યોમાં ચર્ચા
કરવામાં આવી હતી. બાદમાં તેણે કોઇ કારણસર ટેન્શનમાં આવીને આ પગલુ ભર્યુ હતુ. તેની
એક બહેન અને એક ભાઇ છે. તેના પિતા શાકભાજીનો ધંધો કરે છે. બીજા બનાવમાં
પાંડેસરામાં વડોદગામમાં વિકાસનગરમાં રહેતો 26 વર્ષીય ગંગાપ્રસાદ શાલીગ્રામ યાદવ આજ
બપોરે ઘરે કોઇ કારણસર ટેન્શનમાં આવીને પંખા સાથે ગમછો બાંધી ગળે ફાંસો ખાઇ
આત્મહત્યા કરી હતી. તે મુળ ઉતરપ્રદેશના ચિત્રકુટનો વતની હતો. તે રોજી રોટી માટે 7
દિવસ પહેલા સુરત આવ્યો હતો અને મીલમાં નોકરી કરતો હતો. આ બંને બનાવ અંગે પાંડે સરા
પોલીસે તપાસ હાથ ઘરી છે. ત્રીજા બનાવમાં વરાછામાં ઇશ્વરનગરમાં રહેતો 23 વર્ષીય
મિલન ધનસુખભાઇ રૈયાણીએ આજે સવારે ઘરે અગમ્ય કારણસર પંખા સાથે શાલ બાંધી  ફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. તે મુળ જુનાગઢનો
વતની હતો. તે હીરાના કામ સાથે સંકળાયેલો હતો. આ અંગે વરાછા પોલીસે તપાસ આદરી છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s