જીએસટીના મુદ્દે કેટલાક લોકો આંદોલન કરી રહ્યાં છે, તેમને કોઈને કોઈ રાજકીય હિત દેખાતું હશે

પ્રતિનિધિ દ્વારા સુરત તા 29 ડિસેમ્બર 2021 બુધવાર

જીએસટીના દર પાંચ ટકા જ હોવા જોઈએ એવી અમે ભારપૂર્વક સરકારમાં રજૂઆત કરી છે, તેમ છતાં કેટલાંક લોકો શહેરમાં આંદોલન કરી રહ્યાં છે. આ આંદોલનમાં તેમનો કોઇને કોઇ સ્વાર્થ થશે, રાજકીય હેતુ દેખાતું હશે, એમ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલે આજે અહીં જણાવ્યું હતું.

કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારામન સમક્ષ રાજ્યકક્ષાના ટેક્સટાઈલ મંત્રી સાથે રહીને કરવામાં આવેલી રજૂઆતનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું કે, દેશભરમાંથી આવેલા ટેકસટાઈલ ઉધોગના પ્રતિનિધિઓએ રજૂઆતો કરી હતી. જીએસટીના દર પાંચ ટકા જ હોવા જોઈએ. કેમકે ૭ ટકાનું કારણ આવે તો વપરાશકારો ઉપર તેનું ભારણ આવશે અને તેની અસર સમગ્ર ટેકસટાઈલ ઉધોગ પર આવશે.

ટેક્સટાઇલ ઉદ્યોગના હિતોના રક્ષણ માટે રાજય સરકાર પુરી જાગૃત પણ છે અને તેના માટે પ્રયત્નશીલ પણ છે. સુરતમાં ટેક્સટાઇલ ઉદ્યોગ મૌલિકતા અને .આહસિકને કારણે ફુલ્યોફાલ્યો છે અને આજે એક વિશાળ રૂપ ધારણ કર્યું છે. જીએસટીના દર 5% થી 12% થવાના છે, તેવી શકયતાને કારણે કેટલાંક લોકો આંદોલન કરી રહ્યાં છે, એમ સરસાણા સ્થિત એક્ઝિબિશન સેન્ટરમાં યોજાયેલા પ્રિ-વાઇબ્રન્ટ સમિટના કાર્યક્રમ પ્રસંગે તેમણે જણાવ્યું હતું.

સુરતમાં યોજાયેલા આ કાર્યક્રમનું રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉદઘાટન કર્યું હતું. કાર્યક્રમમાં કેન્દ્રીય કેન્દ્રના રાજ્યકક્ષાના ટેક્ષ્ટાઈલ મંત્રી દર્શના જરદોશ, રાજ્ય સરકારના વિવિધ મંત્રીઓ તથા કેન્દ્રના અધિકારીઓ ઉપસ્થિત હતાં.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s