ચોરી થયેલા મોબાઇલમાં ગુગલ પે અને પેટીએમની મદદથી રૂ. 75 હજાર તફડાવ્યા


– મુંબઇમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી બમરોલીમાં માસીના દીકરાને ત્યાં રહેવા આવ્યો હતો, મોબાઇલ અનલોક કરી ભેજાબાજે રોકડ તફડાવી

(પ્રતિનિધિ દ્વારા) સુરત, બુધવાર

બમરોલીમાં રહેતા માસીના દીકરાને ત્યાં રહેવા આવેલા મુંબઇના ધો. 12 ના વિદ્યાર્થીના ચોરી થયેલા મોબાઇલને અનલોક કરી ગુગલ પે અને પેટીએમની મદદથી રૂ. 75,230 ટ્રાન્સફર કરી લેનાર ભેજાબાજ વિરૂધ્ધ પાંડેસરા પોલીસમાં ઠગાઇની ફરિયાદ નોંધાય છે.

મુંબઇના મોના રોડ સ્થિત બંદરપાડા ચાલમાં રહેતા કલકકામ કોન્ટ્રાક્ટરનો ધો. 12 માં અભ્યાસ કરતો પુત્ર સુરજ સંતોષકુમાર યાદવ (ઉ.વ. 20) ગત ઓક્ટોબર મહિનામાં પાંડેસરા-બમરોલી રોડ સ્થિત વિનાયકનગરમાં રહેતા માસીના દીકરા આશિષ ભગીરથ યાદવને ત્યાં રહેવા આવ્યો હતો. તે દરમિયાન સુરજ અને આશિષ બારી પાસે મોબાઇલ ફોન મુકી સુઇ ગયા હતા. પરંતુ સવારે ઉઠયા ત્યારે ફોન ચોરી થઇ ગયો હતો. સુરજ પોતાના મોબાઇલ ફોનમાં બેંક ઓફ ઇન્ડિયાનું એકાઉન્ટ કનેક્ટ કરી ગુગલ પે અને પેટીએમ યુઝ કરતો હતો. મોબાઇલ ચોરી કરનારે યેનકેન પ્રકારે મોબાઇલને અનલોક કરી ગુગલ પે અને પેટીએમની મદદથી પ્રથમ રૂ. 50 હજાર અને ત્યાર બાદ રૂ. 25,230 મળી કુલ રૂ. 75,230 નું ટ્રાન્જેક્શન કરી તફડાવી લીધા હતા. જો કે રૂ. 50 હજારના ટ્રાન્જેક્શન વખતે બેંકમાંથી સુરજના પિતા પર ટ્રાન્જેકશ તેઓ જાતે જ કરી રહ્યા છે તેવો કોલ આવ્યો હતો અને પેમેન્ટ સ્ટોપ કરાવે તે પહેલા જ રોકડ ટ્રાન્સફર કરી લીધી હતી. જે અંગે સુરજે પાંડેસરા પોલીસમાં ઠગાઇની ફરીયાદ નોંધાવી છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s