GSTનો દર વધતા રોકડા અને લાંબી ઉધારીથી ધંધો કરનારાની મુશ્કેલી વધશે

-પેમેન્ટનો ધારો એક મહિનાનો છે પણ સમયસર ક્યારેય આવતું નથીઃ
દર મહિને
GST રીટર્ન ભરવાનું હોવાથી રોકાણની રકમ વધી જાય તેમ છે

સુરત      

જીએસટીના
દરમાં વધારો મુદ્દો છૂટક વેપારીઓને નથી નડતો
, તેટલો જથ્થાબંધ વેપારીઓને નડી રહ્યો છે.
હકીકતમાં તો રોકડામાં કામ કરનારાં અને લાંબી ઉધારીથી ધંધો કરનાર વેપારીઓને
જીએસટીના દર સામે મોટો વાંધો છે.

છૂટક વેપારીઓ
સાથે ધંધો કરતાં જથ્થાબંધ વેપારીઓનો પેમેન્ટનો ધારો એક મહિનાનો છે. પરંતુ પેમેન્ટ ક્યારેય
સમયસર આવતું નથી. ત્રણ-ચાર મહિને આવે છે.પણ
,
જીએસટી રિટર્ન દર મહિને ફાઈલ કરવાનું થતું હોવાથી, રોકાણની રકમ વધી જાય છે. માત્ર તેની સામે જ વાંધો છે.જીએસટીના દર 5થી વધારીને 12 કરવામાં આવ્યા તેની સામે છૂટક વેપારીઓને
તો કોઈ વાંધો જ નથી. વળી
, 7 ટકાનું ભારણ ગ્રાહક- વપરાશકારો ઉપર
આવે છે. ગ્રાહક કે છૂટક વેપારીઓ તરફથી આનો વિરોધ થતો નથી. તો શા માટે જથ્થાબંધ વેપારીઓ
વિરોધ કરી રહ્યાં છે
? એવો પ્રશ્ન પણ માર્કેટના એક વેપારીએ ઉઠાવ્યો
હતો.

રોકડમાં
મોટુ કામકાજ કરતાં વેપારીઓને ૭ ટકા વધી જાય તેની સામે ખૂબ જ વાંધો છે. મજાની વાત
તો એ છે કે વિવર્સને
12 ટકા ચૂકવીને વેચનાર છૂટક વેપારીઓ પાસેથી જથ્થાબંધ વેપારીઓ 12 ટકા વસૂલે છે, છતાં આનો વિરોધ થઈ રહ્યો છે.
બહારગામનું પેમેન્ટ ત્રણ-ચાર મહિને આવતું હોય તો ધારો બદલવો જોઇએ. અન્યથા ધંધામાં
વધુ મૂડીરોકાણ થતું હોય તો કેપિટલની વ્યવસ્થા કરવી જોઈએ. બેન્કમાંથી લોન તો મળી જ
રહે છે.

વ્હોટ્સએપ ગુ્રપમાં ફરતા મેસેજ, નાના વેપારીઓનો ધંધો ચોપટ થઇ જશે અને ખૂબજ નુક્સાન થશે

જીએસટીના દરમાં ફેરફાર આવી રહ્યો હોવાની જાહેરાત પછી
વેપારીઓની ચિંતા વધી છે. દરનો વિરોધ સમયે-સમયે થયો છે. હતાશ વેપારીઓ પોતાનો ગુસ્સો
સોશિયલ મીડિયા પર પણ ઠાલવી રહ્યા છે. કટાક્ષ અને ફિલ્મી ગીતની નકલ વેપારીઓના
વોટ્સએપ ગ્પમાં ફરતાં થઈ રહ્યાં છે. જીએસટીના વધેલા દરને કારણે નાનાં વેપારીઓનો
ધંધો ચોપટ થઇ જશે અને ખૂબ જ નુકસાન થશે
, એવા
મેસેજ સામાન્ય છે.

<

p class=”MsoNormal”> 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s