નોકરી અપાવવા બહાને કુકર્મ: કારમાં પરિણીતા પર દુષ્કર્મ કરનાર હીરા વેપારી બાદ તેના ડ્રાઇવરની ધરપકડ

– ભેંસાણના ખેતરમાં લઇ જઇ દુષ્કર્મ કર્યુ ત્યારે ડ્રાઇવરે કારની બહાર ઉભા રહી વોચ રાખી હતી, બંનેના એક દિવસના રિમાન્ડ

સુરત
કામરેજ વિસ્તારમાં રહેતી એક સંતાનની માતાને નોકરી અપાવવાના બહાને ભેંસાણ વિસ્તારના ખેતરમાં લઇ જઇ કારમાં દુષ્કર્મ આચરવાના પ્રકરણમાં હીરા વેપારી બાદ તેના ડ્રાઇવરની અડાજણ પોલીસે ધરપકડ કરી છે.
સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં રહેતી 24 વર્ષીય માલા (નામ બદલ્યું છે) હીરાની ઓફિસમાં નોકરી કરતી હતી. પરંતુ પંદરેક દિવસ અગાઉ નોકરી છુટી ગઇ હતી. જેથી નોકરીની શોધ કરી રહેલી માલાનો સંર્પક મનિષ રોય સાથે થયો હતો. મનિષે નોકરી અપાવવાની લાલચ આપી અડાજણના પ્રાઇમ આર્કેડ પાસે બોલાવી હતી. જયાંથી મનિષ માલાને પોતાની કારમાં બેસાડી ઇચ્છાપોર અને ત્યાંથી સાયણ-ભેંસાણ રોડ સ્થિત પેટ્રોલ પંપની ગલીમાં ખેતરમાં કાર લઇ ગયો હતો.

જયાં હીરા વેપારી મનિષનો ડ્રાઇવર કારની બહાર વોચ કરી હતી અને મનિષે માલા સાથે દુષ્કર્મ કર્યુ હતું. આ ઘટનામાં ગત રાત્રે અડાજણ પોલીસે દુષ્કર્મી મનિષ ડુંગરભાઇ રોય (ઉ.વ. 37 રહે. 3, દેવદર્શન સોસાયટી, કતારગામ) ની ધરપકડ કરી હતી. જયારે આજ રોજ પોલીસે હીરા વેપારી મનિષના ડ્રાઇવર પરેશ ભગુવનજી પ્રાગડા (ઉ.વ. 40 રહે. 149, સુખાનંદ રો હાઉસ, વેલંજા) ની ધરપકડ કરી છે કોર્ટમાં રજૂ કરી એક દિવસના રિમાન્ડ મેળવી પૂછપરછ હાથ ધરી છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s