12 વર્ષ પહેલા યુ.કે.ના પ્રવાસમાં લીધેલી સારવારનો ક્લેઇમ ચૂકવવા વીમા કું.ને આદેશસુરત

સિનિયર સિટીઝનને ક્લેઇમ ચૂકવવાના સુરત ગ્રાહક કોર્ટના ચુકાદાને સ્ટેટ બાદ નેશનલ કમિશને યથાવત રાખ્યો ઃ કંપનીએ રૃા.3.50 લાખ ચૂકવવા પડશે

યુ.કે.ના
પ્રવાસમાં સિનિયર સિટિઝનને મેડિકલ સારવારનો ખર્ચ વ્યાજ સહિત ચૂકવવા સુરત ગ્રાહક
કોર્ટના ચુકાદા સામે વીમા કંપનીની અપીલ સ્ટેટ કમિશન બાદ નેશનલ કમિશને પણ નકારી છે.
જેથી વીમા કંપનીએ વીમાદારને 12 વર્ષના વાર્ષિક 9 ટકા વ્યાજ સાથે રૃા.3.50 લાખ
ચૂકવવાની નોબત આવી છે.

અડાજણમાં
રહેતા ફરિયાદી હસમુખ ફુલચંદ પારેખે માન્ચેસ્ટર જવાના હોઈ બજાજ એલીયાન્ઝ જનરલ
ઈન્સ્યુરન્સ કંપની પાસેથી માર્ચ-2009 ટ્રાવેલ એલીટ સિલ્વર તરીકે ઓળખાતો રૃ.23 લાખનો વીમો લીધો હતો.જે અમલમાં
હોવા દરમિયાન માન્ચેસ્ટરમાં મોર્નિંગ વોક પર નીકળેલા ફરિયાદીને શરીરના ડાબા ભાગે
એક્યુટ સ્ટ્રોક આવતાં ત્યાંની હોસ્પિટલમાં દાખલ કરીને સારવાર આપવામાં આવી
હતી.ફરિયાદી પાસે વીમો હોઈ વીમા કંપનીએ કેશલેશ ધોરણે લેખિતમાં સારવારની એપ્રુવલ
આપ્યા બાદ રૃ.3.50 લાખનો ક્લેઈમ ચુકવવાનો ઈન્કાર કર્યો હતો.વીમા કંપનીએ ફરિયાદીને 15 વર્ષથી ડાયાબીટીશ હોવાની હકીકત છુપાવી હોઈ પોલીસી શરતના ભંગ બદલ માન્ચેસ્ટર
હોસ્પિટલને બીલની ચુકવણી કરવા ઈન્કાર કર્યો હતો.જેથી ફરિયાદીએ શ્રેયશ દેસાઈ મારફતે
સુરત ગ્રાહક કોર્ટમાં વીમા કંપની સામે ગ્રાહક સેવામાં ખામી બદલ ફરિયાદ કરી
હતી.જેની સુનાવણી બાદ તત્કાલીન સુરત ગ્રાહક તકરાર નિવારણ ફોરમના પ્રમુખ જજ
એસ.જે.શેઠે ફરિયાદીને વાર્ષિક 9 ટકા લેખે વ્યાજ સહિત રૃ.3.50 લાખ તથા ફરિયાદ ખર્ચ
અને હાલાકી બદલ રૃ.10 હજાર ચુકવી આપવા વીમા કંપનીને હુકમ કર્યો હતો.ગ્રાહક કોર્ટે
જણાવ્યું હતું કે હાઈપર ટેન્શન તથા ડાયાબીટીઝ લાઈફ  સ્ટાઈલ ડીસીઝ છે.વીમો લેતી વખતે વીમાદારે
જણાવ્યુ ન હોય તો પણ ક્લેઈમ નામંજુર કરી શકાય નહીં.

જેનાથી
નારાજ થઈને વીમા કંપનીએ સ્ટેટ કમિશનમાં અપીલ કરતાં સ્ટેટ કમિશને પણ નીચલી કોર્ટનો
હુકમ માન્ય રાખતાં વીમા કંપનીએ સ્ટેટ કમિશનના ચુકાદાને પણ નેશનલ કમિશનમાં પડકાર્યો
હતો.અલબત્ત સર્વોચ્ચ ગ્રાહક અદાલત ન્યુ દિલ્હીના જસ્ટીશ દિપા શર્મા અને મેમ્બર
સુભાષચંદ્રએ રિવીઝન પીટીશન એડમિશનના સ્ટેજ પર જ દાખલ કરવાનો ઈન્કાર કરી સુરત
ગ્રાહક કોર્ટના ચુકાદાને કાયદેસરનો ઠેરવી કાયમ રાખ્યો હતો.

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s