‘મને જીંદગીમાં કંઇ રસ રહ્યો નથી’ મોટા વરાછાના27 વર્ષના શિક્ષકે ફાંસો ખાધો

આપઘાતની
અન્ય બે ઘટનામાં બેકારીને લીધે પાંડેસરામાં યુવાને
, કાપોદ્રામાં ટેન્શનમાં રહેતી પરિણીતાએ
ફાંસો ખાધો

        સુરત :

 મારી જીંદગીમાં કંઇ રસ રહ્યો નથી, એવી સ્યુસાઇડ નોટ
લખીને મોટા વરાછાના યુવાન શિક્ષકે ફાંસો ખાઇ આત્મ હત્યા કરી હતી. બીજા બનાવમાં
બેકારના લીધે તાણ અનુભવતો પાંડેસરાના યુવાન અને કાપોદ્રામાં ટેન્શનમાં આવી મહિલાએ
આત્મ હત્યા કરી મોતને વ્હાલુ કર્યુ હતુ.

સ્મીમેર
હોસ્પિટલથી મળેલી વિગત મુજબ મોટા વરાછામાં બંબાગેટ નજીક સાંકેત રો હાઉસમાં રહેતા
27 વર્ષીય યાજ્ઞિાક ઇશ્વરભાઇ
કણજરીયાએ શુક્રવારે બપોરે ઘરમાં છતના પંખા સાથે દુપટ્ટોબાંધી ફાંસો ખાઈ આપઘાત કર્યો
હતો. આ અંગે તપાસ કરનાર અમરોલી પોલીસ મથકના પી.એસ.આઇ વી.જી માલાણીએ જણાવ્યું હતું કે  પાસેથી મળેલી સ્યુસાઇડ નોટમાં લખ્યું છે કે મારી
જીંદગીમાં હવે કોઇ રસ રહ્યો નથી
, મારા મરવા પાછળ કોઇ જવાબદાર
નથી
, મારી જાતે આ પગલુ ભરુ છુ. એવો ઉલ્લેખ કર્યો હતો. જયારે યાજ્ઞિાક
મુળ બોટાદના રાણપુરમાં નાગનેશગામના વતની હતા. તે મોટા વરાછાની પ્રાઇવેટ સ્કુલમાં સાયન્સના
શિક્ષક હતા. તેના પિતા આઇ.ટી.આઇમાં નોકરી કરે છે.

બીજી
બનાવમાં પાંડેસરામાં ગુજરાત હાઉસીંગ બોર્ડ પાસે હીરાનગરમાં રહેતો
26 વર્ષીય
પીન્ટુકુમારસિંગ ધરબારીસિંગ શુક્રવારે રાતે ઘરમાં છતના લોખંડના હુક સાથે દોરી
બાંધી ગળે ફાંસો ખાઇ આત્મ હત્યા કરી હતી. પોલીસે કહ્યુ કે છેલ્લા
3 થી 4 માસથી પીન્ટુકુમારને યોગ્ય નોકરી નહી મળતા
બેકાર હતો. તેથી તેણે આ પગલુ ભર્યુ હતુ. પાંડેસરા પોલીસ તપાસ હાથ ઘરી છે.

<

p class=”12News”>ત્રીજા
બનાવમાં કાપોદ્રામાં દશરથનગરમા રહેતી ૨૫ વર્ષીય મધુ રાજુ રાજપુતે શુક્રવારે બપોરે
ઘરમાં છતના હુક સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઇ આપધાત કર્યો હતો. તે મુળ
ઉતરપ્રદેશના વતની હતી. તેને એક સંતાન છે. તેના પતિ હીરાનું કામ સાથે સંકળાયેલા છે.
કાપોદ્રા પોલીસે તપાસ આદરી છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s