ફર્નિચર વેપારીઓ સાથે સંકળાયેલા 50 ધંધાર્થીઓને GSTના સમન્સની તજવીજ


સુરત

ફર્નિચર શો-રૃમ, ગોડાઉન, ઓફિસ, ફેકટરી સહિત 33 સ્થળોએ તપાસમાં કબજે કરાયેલા દસ્તાવેજોના વેરીફિકેશન સાથે નિવેદનો લેવાશે

સુરતના
વિવિધ વિસ્તારોમાં આવેલા છ જેટલા અગ્રણી ફર્નિચર વિક્રેતા પેઢીઓના 33 જેટલા સ્થળો પર
સ્ટેટ જીએસટી વિભાગની ટીમે ગઈકાલે હાથ ધરેલી તપાસનો રેલો તેમની સાથે ધંધાકીય સંબંધો
ધરાવતા અન્ય વ્યવસાયી સુધી પહોંચે તેવી સંભાવના વર્તાઈ રહી છે.ફર્નિચર વેપારીઓ સાથે
ધંધાકીય હિતો ધરાવતા અંદાજે 50 જેટલા અન્ય વ્યવસાયી ઓને જીએસટી વિભાગે સમન્સ પાઠવીને
નિવેદન માટે બોલાવવાની તજવીજ હાથ ધરી છે.

સ્ટેટ જીએસટી
વિભાગની ઈન્વેસ્ટીગેશન વિંગ દ્વારા સુરતના કેટલાક ફર્નિચર વેપારીઓ ફર્નિચર કોમોડીટીમાં
ચુકવવા પાત્ર ટેક્ષની ચોરી કરવામાં આવતી હોવાનું પ્રારંભિક તપાસમાં ખુલવા પામ્યું હતુ.જેથી
ગઈકાલે સ્ટેટ જીએસટી વિભાગની ટીમે સુરતના આદિનાથ ફર્નિચર
, અલ્ટ વિસ્ટા ટ્રેંડ્સ,
દક્ષેશ ફર્નિચર,લાઈન સ્ટાઈલ ફર્નિચર, ફર્નિચર કોન્સેપ્ટ,આર. એમ. આર. ફર્નિચરના શો રૃમ,ઓફીસ,ગોડાઉન તથા ફેકટરી સહિતના કુલ 33 સ્થળો પર તપાસ
હાથ ધરવામાં આવી હતી.

જે
દરમિયાન ફર્નિચર વેપારી પેઢીઓના સંચાલકોના મોબાઈલ
,કોમ્પ્યુટર્સ,લેપટોપ
સહિતના ઈલેકટ્રોનિક્સ ડીવાઈસીસ તથા હિસાબી દસ્તાવેજો કબજે કરીને વેરીફિકેશનની
કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.જે દરમિયાન બિલ વગરની ખરીદી કરવામાં આવી હોવાના
મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.

અત્રે
નોંધનીય છે કે બિલ વિનાની ખરીદી કરવી એક કરચોરીને પ્રોત્સાહન આપવા બરાબર હોઈ
ફર્નિચર વેપારીઓ સાથે ધંધાકીય રીતે સંકળાયેલા અન્ય વ્યવસાયી અને ગ્રાહકો સુધી પણ
તપાસનો રેલો  પહોંચે તેવી સંભાવના વર્તાઈ
રહી છે.સુત્રોના જણાવ્યા મુજબ સુરતના ઉપરોક્ત ર્ફર્નિચર પેઢીઓના વિક્રેતાઓ સાથે
ધંધાકીય હિતો ધરાવતા અન્ય 50 જેટલા વ્યવસાયીઓને જીએસટી વિભાગ દ્વારા સમન્સ
ફટકારીને નિવેદન માટે તેડુ મોકલવાની તજવીજ હાથ ધરી છે.

<

p class=”MsoNormal”> 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s