ટેક્સટાઇલના રો-મટીરીયલથી ફાઇનલ પ્રોડકટ માટે GST એકસમાન હોવો જોઇએ


-જીએસટી કર પ્રણાલીમાં ટેક્સટાઈલના જુદા જુદા સેગમેન્ટ માટે
એકસમાન નહીં હોવાને કારણે એકને ગોળ અને બીજાને ખોળની સ્થિતિ

        સુરત

ઇન્વર્ટેડને
ડયૂટીને કારણે વિવિગ ઇન્ડસ્ટ્રીઝને રિફંડ નહીં આપવું પડે તે માટે જીએસટીના દરમાં ફેરફાર
કરાયો છે. આનો વિરોધ પણ વિવિંગ તથા ટ્રેડિંગ સેકટરમાંથી ચાલી રહ્યો છે. કિન્તુ ટેક્ષ્ટાઈલના
એક સિવાય અન્ય સ્તર માટે એકસમાન દર લાગુ કરી
, માત્ર સ્પિનર્સને રિફંડ આપવાનો તર્ક સમજ બહાર
છે.

એક દેશ, એક દરના  હેતુ સાથે અમલમાં આવેલી ગુડ્સ એન્ડ સવસ ટેક્સ
(જીએસટી) કર પ્રણાલીમાં ટેક્સટાઈલના જુદા જુદા સેગમેન્ટ માટે એકસમાન નહીં હોવાને
કારણે એકને ગોળ અને બીજાને ખોળ જેવી સ્થિતિ ઊભી થઈ છે. વાંધો માત્ર એક જ છે
,
કે દર એકસમાન રાખવાની સરકારની મનસા માત્રને માત્ર વિવિંગ સેક્ટરને જ
રિફંડ નહીં આપવું પડે તે માટે ઇન્વર્ટેડ સ્ટ્રક્ચરની સ્થિતિને દુર કરવા માટે દરમાં
ફેરફાર કરવામાં આવ્યો છે. વિવિગ ઇન્ડસ્ટ્રીઝને
7 ટકા રિફંડ
આપવું પાલવે એમ નહીં હોવાનું કારણ જણાવવામાં આવ્યું હતું
, ત્યારે
સ્પીનર્સને અત્યારે
6 ટકા રિફંડ આપવાનું કંઈ રીતે પાલવે ?
એ પ્રશ્ન છે.

ઇન્વર્ટેડ
ડયુટી સ્ટ્રક્ચર ટેક્સટાઈલ ઇન્ડસ્ટ્રીઝમાંથી કાઢી નાખવાનો ઈરાદો સરકારનો છે
, ત્યારે તમામ સેગમેન્ટ માંથી
નીકળી જાય તો જ સરકારનો ઇરાદો સફળ થઈ શકે. પરંતુ રા મટીરીયલ માટે
18 ટકા તથા યાર્ન અને તે પછી દરેક ફાઇનલ પ્રોડક્ટ માટે 12 ટકા થઈ ગયા છે, ત્યારે માત્ર એક પ્રોડક્ટને શા માટે
આમાંથી બાકાત રાખવામાં આવી છે
, તેવો પ્રશ્ન પણ છે. સરકાર  વિવિગ ઇન્ડસ્ટ્રીઝને 7 ટકા
રિફંડ આપવા માટે તૈયાર નથી
, તો પછી સ્પિનર્સને 6 ટકાનું રિફંડ માટે કેમ રાજી છે ? ઇન્વર્ટેડ ડયુટી સ્ટ્રકચર
તમામ સેગમેન્ટમાંથી દુર થાય તો જ એકસમાન દર લાગુ કરવાનો હેતુ સિદ્ધ થઈ શકે
,
એમ વિવર દેવેશ પટેલે કહ્યું હતું.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s