ન્યુડ વિડીયો વાયરલ કરવા ધમકીથી આપઘાત, દુષ્પ્રેરણા બદલ યુવાનના જામીન નકારાયાસુરત

હરીયાણાના 21 વર્ષના બી.ટેકના વિદ્યાર્થીએ ઇન્સ્ટાગ્રામ પર ફેક આઇડી બનાવી સુરતના યુવાનનો વિડીયો બનાવી પૈસા પણ પડાવ્યા હતા

છોકરીના
નામે ફેક ઈન્સ્ટા એકાઉન્ટ બનાવીને સુરતના યુવાનને ઉત્તેજીત કરીને ન્યુડ વીડીયો વાયરલ
કરવાની ધમકી આપીને નાણાં પડાવી  આત્મહત્યાની
દુષ્પ્રેરણા  કેસમાં રાંદેર પોલીસે જેલભેગા
કરેલા હરીયાણા-ફરીદાબાદના બી.ટેક.ના 21વર્ષીય વિદ્યાર્થીના જામીનની માંગને આજે મુખ્ય
જિલ્લા સેશન્સ જજ વિમલ કે.વ્યાસે નકારી કાઢી આરોપી વિરુધ્ધ ગંભીર ગુનાનો પ્રથમ દર્શનીય
કેસનો નિર્દેશ આપ્યો છે.

રાંદેર
વિસ્તારમાં રહેતા ફરિયાદી એ પોતાના મોટા ભાઈ મોહનીશ પટેલને આત્મહત્યાની
દુષ્પ્રેરણા આપવા તથા આઈટી એક્ટના ભંગ બદલ આરોપી સાદાબખાન સાહબ જાન (રે.નુર
હોમ્સની પાછળ
,સિરોહી જિ.ફરીદાબાદ હરીયાણા) તથા ફરાર આરોપી સાકીબખાન  સાહબ જાન વિરુધ્ધ રાંદેર પોલીસમાં ફરિયાદ નોંધાવી
હતી.જે મુજબ ફરિયાદીના મરનાર મોટા ભાઈ મોહનીસ પટેલને આરોપીઓએ પુર્વઆયોજિત કાવતરું
કરીને

ઈન્સ્ટાગ્રામ
પર શ્રેયા૦97 નામે છોકરીનું ફેક એકાઉન્ટ બનાવીને મિત્રતા કેળવી હતી.ત્યારબાદ
આરોપીઓએ એકબીજાના મેળા પિપણામાં ફરિયાદીના ભાઈ સાથે બિભત્સ ચેટ કરીને ઉત્તેજીત કરીને
ન્યુડ વીડીયો કોલનું સ્ક્રીન રેકોર્ડ કરીને તેમના કુટુંબ પરિવારના સભ્યોને વીડીયો
મોકલીને વાયરલ કરવાની ધમકી આપી બળજબરીથી 20 હજાર પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા
હતા.ત્યારબાદ આરોપીઓએ બળજબરીથી વધુ નાણાં પડાવવા દબાણ કરતાં મરનારના ભાઈએ
આત્મહત્યા કરતા હોવાનો ફોટો મોકલ્યો છતાં આરોપીઓએ વધુ રૃ.5 હજારની માંગ કરી
હતી.જેથી મરનારે ગળે ફાંસો ખાઈને જીવ ટુંકાવી લીધો હતો.


કેસમાં રાંદેર પોલીસે હરીયાણા ફરીદાબાદના વતની 21 વર્ષીય આરોપી સાદાબખાન સાહબ
જાનની તા.19-11-21ના રોજ ધરપકડ કરી જેલભેગો કર્યા હતો.હાલમાં જેલવાસ ભોગવતા આરોપી
યુવાને પોતે બી.ટેક.માં અભ્યાસ કરતો હોઈ યુવાન હોઈ વધુ સમય જેલમાં રહે તો વિલંબિત
ટ્રાયલના કારણે પ્રિટાયલ પનીશમેન્ટ તથા માનસ પર વિપરિત અસર થાય તેમ છે.આરોપીની
ખોટી સંડોવણી કરવામાં આવી છે.જેના વિરોધમાં સરકારપક્ષે એપીપી રાજેશ ડોબરીયાએ તપાસ
અધિકારીની એફીડેવિટ રજુ કરી જણાવ્યું હતું કે આરોપી વિરુધ્ધ ગંભીર ગુનાનો પ્રથમ
દર્શનીય કેસ છે.આરોપીઓએ ફરિયાદીના મરનાર ભાઈ પાસેથી નગ્ન વીડીયો વાયરલ કરવાના નામે
ધમકી આપીને 20 હજાર ભારત પે તથા પેટીએમ મારફતે તેના ખાતામાં જમા થયા છે.આરોપીએ
શિક્ષણ અને મોબાઈલના જ્ઞાાનનો ભયંકર દુરુપયોગ કરીને માત્ર 25 વર્ષના યુવાનને બદનામ
કરવાનું દબાણ એટલી હદે કર્યુ  છે કે
મરનારને આત્મહત્યા કરવી પડી છે.જેને કોર્ટે માન્ય રાખી  આરોપીના જામીનની માંગને નકારી કાઢી આરોપી
વિરુધ્ધ સ્ટ્રોંગ પ્રાઈમાફેસી કેસ હોવાનો નિર્દેશ આપ્યો છે.

 

<

p class=”12News”>

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s