હું મોટો વેપારી છું, એડવર્ટાઈઝમેન્ટ માટે સન્ની લિયોનીને પણ બોલાવી છે


– અનેક વેપારીને બાટલીમાં ઉતારનાર સામે ગુનો નોંધાયો : જીએસટી નંબર અન્ય સાગરીતના નામે લઈ ભાડાની દુકાનમાં ધંધો શરૂ કરી આયોજનપૂર્વક ઉઠમણું

– રૂ.40.60 લાખની ઉઘરાણી કરાતા રધુવીર એમ્પાયરના પ્રતાપસિંગે ધમકી આપી ફોન તોડયા બાદ વ્હોટ્સએપ પર પિસ્તોલનો ફોટો મોકલ્યો હતો

સુરત, : હું મોટો વેપારી છું, એડવર્ટાઈઝમેન્ટ માટે સન્ની લિયોનીને પણ બોલાવી છે કહી ઘણા વેપારીઓ પાસેથી ઉધારમાં કાપડ ખરીદી ઉઠમણું કરી ફરાર થયેલા રધુવીર એમ્પાયરના વેપારી વિરુદ્ધ ભોગ બનેલા પૈકી શ્યામસંગીની ટેક્ષટાઇલ માર્કેટના વેપારીએ રૂ.40.60 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના વેસુ નંદની 2 પાસે શ્યામ પેલેસ સી/308 માં રહેતા અને હાલ સારોલી આશીર્વાદ ટેક્ષટાઇલ પાર્કમાં ગુલમહોર ફેશનના નામે કાપડનો વેપાર કરતા 34 વર્ષીય ગૌરવભાઈ વિમલભાઈ હિમંતસીકા અગાઉ ગુલમહોર ફેશનના નામે જ વર્ષ 2015 થી 2018 દરમિયાન સારોલી શ્યામસંગીની ટેક્ષટાઇલ માર્કેટમાં વેપાર કરતા હતા. વર્ષ 2017 માં એક પરિચિત વેપારી તેમને આઈમાતા ચોક સ્થિત રધુવીર એમ્પાયરમાં શ્રી સાવરીયા ટેક્ષના નામે કાપડનો વેપાર કરતા પ્રતાપસીંગ ( રહે.ઇ-502, અભિષેક-2, પુણા કુમ્ભારીયા, સુરત. મુળ રહે. ઘર નં.39, બ્રિજેશ કોલની, પાવટા, જોઘપુર, રાજસ્થાન ) સાથે થઈ હતી.

ગૌરવભાઈ તેને દુકાને મળવા ગયા હતા તે સમયે પ્રતાપસિંગે પોતાની ઓળખ મોટા વેપારી તરીકે આપી જણાવ્યું હતું કે મેં ઓનલાઈન ધંધાનું સોફ્ટવેર પણ બનાવ્યું છે અને એડવર્ટાઈઝમેન્ટ માટે સન્ની લિયોનીને પણ બોલાવી છે. મારું ગ્રુપ મોટું છે, તમને પેમેન્ટ 30 દિવસમાં મળતું રહેશે. પ્રતાપસિંગે ફોટા પણ બતાવતા ગૌરવભાઈએ તેની સાથે વેપાર શરૂ કરી માર્ચથી મે 2017 દરમિયાન તેને કુલ રૂ.48,00,197 નું કાપડ ઉધારમાં આપ્યું હતું. તે પૈકી પ્રતાપસિંગે રોકડા અને કાપડ મળી કુલ રૂ.7.40 લાખનું પેમેન્ટ કર્યું હતું. જયારે બાકી રૂ.40,60,197 નહીં ચૂકવી નવેમ્બર 2017 માં તે દુકાન બંધ કરી ઉઠમણું કરી ફરાર થઈ ગયો હતો. દોઢ વર્ષ અગાઉ તે રાજીવનગર પાસે મળતા ગૌરવભાઈએ પાસે પૈસા માંગ્યા તો પ્રતાપસિંગે ગાળો આપી ગૌરવભાઈનો મોબાઈલ ફોન તોડી નાખ્યો હતો અને હું કરણી સેનાનો મેમ્બર છું કહી ધમકી આપી હતી કે પૈસા માંગશે તો જમીનમાં દાટી દઈશ. તેમ છતાં ગૌરવભાઈએ ઉઘરાણી ચાલુ રાખી તો પ્રતાપસિંગે વ્હોટ્સએપ પર પિસ્તોલનો ફોટો મોકલ્યો હતો.

આથી ગૌરવભાઈએ પોલીસમાં અરજી કરી હતી. તેની તપાસમાં ખુલાસો થયો હતો કે પ્રતાપસિંગે ધંધા માટે જે જીએસટી નંબર લીધો હતો તે અશ્વીનભાઇ નટુભાઇ કોટડીયા ( રહે.201, સનસીટી સોસાયટી, ભુલકાભવન સ્કુલની પાસે, અડાજણ, સુરત ) ના નામે હતો અને તેની દુકાન પણ ભાડાની હતી. બંનેએ અગાઉથી કાવતરું રચી ભાડાની દુકાન રાખી મોટીમોટી વાતો કરી ઘણા વેપારીઓ પાસેથી ઉધારમાં કાપડ ખરીદી ઉઠમણું કર્યું હતું. ગૌરવભાઈએ તેમની સાથે થયેલી રૂ.40.60 લાખની છેતરપિંડી અંગે ગતરોજ ફરિયાદ નોંધાવતા પીએસઆઈ એલ.બી.સૈનીએ વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s