વલસાડના પારડીમાં રહેતા પિતરાઇ ભાઇનું કારસ્તાન: વારસાઇ માટે આપેલા દસ્તાવેજનો દુરપયોગ કરી બોગસ પાવર બનાવી જમીન વેચવા કાઢી

– અડાજણની જમીન વેચવા વર્તમાન પત્રમાં નોટીસ આપીઃ પરિજનોને જાણ થતા ફરીયાદ નોંધાવી, બોગસ પાવર નોટરી કરનાર એડવોકેટની ધરપકડ

સુરત
અડાજણ વિસ્તારની કિંમતી જમીનના મૂળ વારસદારોએ વારસાઇ કરાવવા આપેલા આધારકાર્ડ અને ફોટા સહિતના ડોક્યુમેન્ટ્સનો દુરપયોગ કરી પિતરાઇ ભાઇએ બોગસ પાવર ઓફ એટર્ની બનાવી બારોબાર વેચી નાંખવાનો પ્રયાસ કરી વિશ્વાસઘાત કર્યાની ફરીયાદ અડાજણ પોલીસમાં નોંધાય છે.
ભરૂચના અંકલેશ્વર તાલુકાના પીપરોદ ગામની આંગણવાડીમાં હેલ્પર તરીકે નોકરી કરતી રસીદા મુસ્તફા પટેલ (ઉ.વ. 44 રહે. મસ્જીદ ફળીયું, પીપરોદ, અંકલેશ્વર, ભરૂચ) ના પિતા ગુલામ મોહમંદ ઇબ્રાહીમ શેખની વડીલોપાર્જીત જમીન અડાજણના રે. સર્વે નં. 394 વાળી છે. ગુલામ મોહમંદના વારસદારોએ તેમના આધારકાર્ડ, ફોટો સહિતના ડોક્યુમેન્ટ્સ વારસાઇ કરાવવા કાકા ગુલામ મોહ્યુદીન શેખના પુત્ર મોસીમ ગુલામ કાદર શેખ (રહે. રેનબસેરા હોટલની પાછળ, કિલ્લા પારડી, તા. પારડી, જિ. વલસાડ) ને આપ્યા હતા. પરંતુ મોસીમ ગુલામ કાદર શેખે જમીનના મૂળ માલિકોની વારસાઇ માટે આપેલા ડોક્યુમેન્ટ્સના આધારે એડવોકટ એન્ડ નોટરી મહેન્દ્ર આઇ. ભગતના સહી-સિક્કાના આધારે બોગસ પાવર ઓફ એટર્ની બનાવી હતી.

આ બોગસ પાવરના આધારે 30 એપ્રિલ 2021 ના રોજ વકીલ મારફતે જમીન વેચાણ અંગેની નોટીસ વર્તમાન પત્રમાં આપી હતી. આ નોટીસ જોઇ રસીદા સહિતના વારસદારો ચોંકી ગયા હતા અને તેમણે વાંધો રજૂ કરતી નોટીસ ફટકારી હતી અને આ અંગે પોલીસમાં અરજી પણ કરી હતી. અરજીની તપાસના આધારે અડાજણ પોલીસે વિશ્વાસઘાતની ફરીયાદ નોંધી નોટરી મહેન્દ્ર આઇ. ભગતની અટકાયત કરી છે. જયારે મોસીમ ગુલામ કાદર શેખની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s