રૂમમાં ઓક્સિજનની માત્રા વધારતા હોવાથી ઈન્ડોર પ્લાન્ટની ડિમાન્ડ વધી

(પ્રતિનિધિ દ્વારા) સુરત, બુધવાર

ઘરની શોભા વધારવા માટે વપરાતા ઈન્ડોર પ્લાન્ટ્સની ઉપયોગિતા આજના યુગમાં બદલાઈ રહી છે. ઘરમાં લગાવાતા અન્ય નાના પ્લાન્ટ્સની સરખામણીમાં ઇન્ડોર પ્લાન્ટ ઓક્સિજન વધુ આપતા હોવાને કારણે કોરોના કાળમાં અને ખાસ કરીને શિયાળામાં તેનો ઉપયોગ વધ્યો છે.

કોરોના સંક્રમણના સમયમાં ઓક્સિજનની ગંભીર સ્થિતિ સર્જાઈ હતી જેને લઈને ઓક્સિજ શુદ્ધ કરતા કે વધારે માત્રામાં ઓક્સિજન આપતાં છોડની માંગ વધી છે. સામાન્ય રીતે નેટિવ વૃક્ષો વધુ પ્રમાણમાં આપે છે પરંતુ તેમને ઘરના આંગણામાં અથવા વાડામાં જ ઉગાડી શકાય છે. જ્યારે તેની સામે ઈન્ડોર પ્લાન્ટ્સ એવા પ્લાન્ટ્સ છે જેમને ઘરમાં રાખી શકાય છે. જેથી તેની ડિમાન્ડ જોવા મળી રહી છે. ઘરને સુશોભિત કરવાની સાથે તેઓ રૂમમાં ઓક્સિજનનું પ્રમાણ વધુ જાળવી શકતા હોવાને કારણે ગૃહિણીઓની પસંદગી બન્યા છે.

નર્સરીના પ્રવીણભાઈએ કહ્યું કે, સામાન્ય રીતે રૂમમાં રાખવાના પ્લાન્ટને કારણે ઘરમાં રહેલા કાર્બન ઉત્સર્જનોનો નાશ થાય છે. તેમજ રૂમની હવામાં ઓક્સિજનનું પ્રમાણ વધે છે. જેથી ખાસ કરીને ઈન્ડોર પ્લાંટ એરિકા પામ, રબર પ્લાંટ, સ્નેક પ્લાંટ, મની પ્લાંટ, ઈન્ડોર જામિયા પ્લાન્ટની માંગ વધી છે. તેમની કિંમત રૂ.૫૦ થી લઈને રૂ.૨૦ હજાર સુધીની હોય છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s