મંત્રી મુકેશ પટેલના ગામ નઘોઇમાં તેમના સમર્થિત ઉમેદવારનો પરાજય

– ખેડૂત સમાજના ઉમેદવાર ગીતાબેન પટેલને 369  મત અને મંત્રી સમર્થિત ઉમેદવાર કમિશ્માબેન
પટેલને
361 મત મળતા 4-4 વખત ફેરગણતરી
થઇ

– સરોલી ગામમાં
જિલ્લા ભાજપના મહામંત્રી સમર્થિત સરપંચ સહિત આખી પેનલ હારી ગઇઃ   મંદિરનો વિવાદ થયો હતો તે કુવાદ ગામમાં કોંગ્રેસ
સમર્થિત ઉમેદવાર જીત્યા

        સુરત

ગ્રામ
પંચાયતની ચૂંટણીમાં ઓલપાડમાં ભાજપને ભારે ફટકો પડયો છે. ખુદ ભાજપના મંત્રી મુકેશ
પટેલ સમર્થિત સરપંચની કારમી હાર થઇ છે. અને ખેડુત સમાજના ઉમેદવારની જીત થઇ છે.
જયારે સરપંચ એસોસીએશનના પ્રમુખની વોર્ડમાં હાર થઇ હતી. તો જિલ્લા ભાજપ મહામંત્રી
યોગેશ પટેલની આખી પેનલનો સફાયો થયો છે. ઇશનપોરમાં યુવા કોગ્રેસ નેતાની જીત થઇ હતી.

ઓલપાડ તાલુકાની
ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામ ભાજપ માટે નિરાશાજનક રહ્યા હતા. સવારના જ ભાજપના મંત્રી
મુકેશ પટેલના ગામ નઘોઇનું પરિણામ જાહેર થયુ હતુ. મંત્રી સર્મથિત કરિશ્માબેન અજય પટેલ
વર્સિસ ખેડુત સમાજ તરફે ગીતાબેન કાંતિભાઇ પટેલ વચ્ચે ભારે રસાકસી ભર્યો જંગ ખેલાયો
હતો. જેમાં ગીતાબેનને ૩૬૯ મતો મળ્યા હતા.અને કરિશ્મા બેનને ૩૬૧ મતો મળતા એક વાર નહીં
ચાર ચાર વખત ફેર મતગણતરી હાથ ધરાઇ હોવા છતા આખરે ગીતાબેનનો આઠ મતે વિજય થયો હતો. જયારે
તેમના પુત્ર હેમલ પટેલનો ૩૫ મતથી વોર્ડમાં જીત થઇ હતી. આમ મંત્રીના ગામમાં જ ભાજપ સમર્થિત
સરપંચ ઉમેદવાર જીતી શક્યા ના હતા.

બીજી
તરફ સુરત જિલ્લા ભાજપના મહામંત્રી યોગેશ પટેલના સરોલી ગામમાં તેમના સર્મર્થિત
સરપંચ સહિત આખી પેનલનો સફાયો થયો હતો. આ સિવાય ઇશનપોર ગામમાં ભાજપ વર્સિસ
કોગ્રેસના સીધા જંગમાં કોગ્રેસના યુવા ઉમેદવાર ધર્મેશ પટેલનો ૯૨ મતે વિજય થયો હતો.
કુવાદ ગામમાં જે મંદિરના વિવાદ થયો હતો. તે વિવાદ બાદ ચૂંટણીમાં ઝંપલાવનાર  કોગ્રેસ સમર્થિત ઉમેદવારની જીત થઇ હતી.  તો શેરડી ગામમાં ભાજપના ઉમેદવાર નરેન્દ્ર પટેલ
, વેલુકમાં જીતેન્દ્ર
સુરતી નો વિજય થયો હતો. આ સિવાય અન્ય ગામોમાં કોગ્રેસ અને ભાજપના ઉમેદવારો જીત્યા
હોવાના દાવા થયા છે. ઓલપાડ ગ્રામ પંચાયતની બેઠકમાં ભાજપ વર્સિસ ભાજપ વચ્ચે જંગ છે.

ઓલપાડ તાલુકાના
સરપંચ એસોસીએશનના પ્રમુખ વોર્ડમાં જીતી શક્યા નહિં

<

p class=”12News”>ઓલપાડ
તાલુકા સરપંચ એસોસીએશનના પ્રમુખ અશોકભાઇ ડાહ્યાભાઇ પટેલે સોંસક ગામના વોર્ડમાંથી ઉમેદવારી
નોંધાવી હતી. તેઓ ગત ટર્મના સરપંચ પણ હતા. આજે મતગણતરી હાથ ધરાતા તેમની સામેના ઉમેદવાર
સચીન પટેલને ૭૨ મત અને અશોક પટેલને ૩૨ મત મળતા હાર થઇ હતી. આમ સરપંચના ઉમેદવાર વોર્ડમાં
પણ નહીં જીતતા મતદારોએ પરચો બતાવ્યો હોવાની ચર્ચા ઉઠી છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s