પાંચ વર્ષની બાળા સાથે દુષ્કર્મ-હત્યામાં સુજીત સાકેત સામે ચુકાદો તા.23 મી સુધી લંબાયો

 


સુરત

 એપ્રિલ-2021માં હજીરા વિસ્તારમાં મધ્યપ્રદેશના 27 વર્ષીય આરોપીએ હજીરામાં પાંચ વર્ષની બાળા સાથે સૃષ્ટિ વિરુધ્ધ કૃત્ય કર્યુ હતું


હજીરા
વિસ્તારની શ્રમજીવી પરિવારની પાંચ વર્ષીય બાળકી પર ગત એપ્રિલ માસ દરમિયાન દુષ્કર્મ
આચરી હત્યા કરવાના કેસમાં જેલવાસ ભોગવતા આરોપી વિરુધ્ધ સરકારપક્ષના વિશેષ પુરાવા
તથા આરોપીના ફર્ધર સ્ટેટમેન્ટ બાદ આજે જાહેર થનારો સંભવિત ચુકાદો પોક્સો કેસોની
ખાસ અદાલતે આગામી તા.23મી ડીસેમ્બર સુધી લંબાવ્યો છે.

આજથી
સાત-આઠ મહીના પહેલાં હજીરા વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારની માત્ર પાંચ વર્ષની
બાળકીને મધ્યપ્રદેશના વતની એવા 27 વર્ષીય આરોપી સુજીત મુન્નીલાલ સાકેત બદકામ
કરવાના ઈરાદે પોતાની સાથે લઈ ગયો હતો.આરોપીએ ભોગ બનનાર બાળકી સાથે સૃષ્ટિ
વિરુધ્ધનુ ંકૃત્ય આચરી તેની હત્યા કરી નાસી છુટયો હતો.જેથી ભોગ બનનાર બાળકીના
વાલીએ હજીરા પોલીસમાં ફરિયાદ નોંધાવતા આરોપી સુજીત સાકેતની પોલીસે પોક્સો એક્ટના
ભંગ બદલ ધરપકડ કરી જેલભેગો કર્યો હતો.

સગીર બાળકીના
દુષ્કર્મ-હત્યાકેસમાં સંડોવાયેલા આરોપી વિરુધ્ધ પોક્સો એક્ટના ભંગનો કેસની સ્પીડી ટ્રાયલ
હાથ ધરવામાં આવતાં સરકારપક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ માત્ર  કેસ કાર્યવાહીની પાંચ જ મુદતમાં કુલ 43 પૈકી 14 સાક્ષીઓને ડ્રોપ કરીને માત્ર 29 મહત્વના સાક્ષીઓની જુબાની લઈને ફરિયાદપક્ષનો કેસ સફળતા
પુર્વક રજુ કર્યો હતો.ત્યારબાદ કોર્ટે આરોપીના ફર્ધર સ્ટેટમેન્ટ તથા સરકારપક્ષની દલીલો
પુરી થતાં કોર્ટે સંભવિત ચુકાદો આજે તા.20મી ડીસેમ્બર સુધી મુલત્વી રાખ્યો હતો.

અલબત્ત
આ કેસમાં ભોગ બનનાર બાળકીના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ઉંમરના મુદ્દે વિસંગતતા ને
ધ્યાન પર આવતાં ફરિયાદપક્ષે ભોગ બનનારના ઉંમરના અન્ય પુરાવા હોવા છતાં તાકીદે ભોગ
બનનાર બાળકીના વતનની સ્કુલ લીવીંગ સર્ટીફિકેટ રજુ કરીને વધારોના પુરાવો રજુ કર્યો
હતો.જેથી કોર્ટે આરોપીના વિશેષ નિવેદન તથા સરકારપક્ષના વધારાના પુરાવા અને દલીલો
બાદ સંભવિત ચુકાદો તા.23મી ડીસેમ્બર સુધી મોકુફ રાખ્યો છે.

<

p class=”12News”> 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s