ત્રણ સંતાનની માતાને નોકરીની લાલચ આપી દુષ્કર્મ બાદ ફોટા પાડી વારંવાર શારીરિક શોષણ


– મોટા વરાછાના રત્નકલાકાર યુવાનની ધરપકડ

– પતિ-બાળકોને મારી નાંખવાની ધમકી આપી યુવાને પરિણીતાને ભરૂચ પોતાની બહેનના ઘરે ચાર વખત લઈ જઈ બળજબરીથી શરીર સંબંધ બાંધ્યો હતો

સુરત, : એચઆઈવી જાગૃતિ માટે એક મહિલા સાથે પાર્ટટાઈમ કામ કરતી ત્રણ સંતાનોની 38 વર્ષીય માતાને હીરાના કારખાનામાં મેનેજર તરીકે નોકરી અપાવવાના બહાને હોટલમાં લઈ જઈ મોટા વરાછાના રત્નકલાકાર યુવાને દુષ્કર્મ આચરી તે સમયે પાડી લીધેલા ફોટા ફરતા કરવાની અને પતિ અને બાળકોને મારી નાંખવાની ધમકી આપી બાદમાં પરિણીતાને ભરૂચ પોતાની બહેનના ઘરે ચાર વખત લઈ જઈ બળજબરીથી શરીર સંબંધ બાંધ્યો હતો.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ ભાવનગરની વતની અને સુરતના કાપોદ્રા વિસ્તારમાં રત્નકલાકાર પતિ અને ત્રણ સંતાનો સાથે રહેતી 38 વર્ષીય નિશા ( નામ બદલ્યું છે ) હાલ રત્નકલાકાર તરીકે કામ કરે છે. અગાઉ તે એચઆઈવી જાગૃતિ માટે એક મહિલા સાથે રૂ.3 હજારમાં પાર્ટટાઈમ કામ કરતી હતી ત્યારે એક વર્ષ અગાઉ તે કાપોદ્રા મરઘાં કેન્દ્ર પાસેની સત્યનારાયણ સોસાયટીમાં એચઆઇવી જાગૃતિ માટે ગઈ હતી. તે સમયે ત્યાં આવેલા નિલેશ ઘનશ્યામભાઇ લાઠીયા ( ઉ.વ.23, રહે.ફ્લેટ નં. 406, બિલ્ડીંગ નં.બી/2, સાંઇ શ્રધ્ધા રેસીડન્સી, સૌરાષ્ટ્ર રેસીડન્સીની બાજુમાં, સુદામા ચોક, મોટા વરાછા, સુરત ) સાથે પરિચય થયો હતો. રત્નકલાકાર નિલેશે કામ ધંધા અંગે પૂછતાં નિશાએ પોતાની પાર્ટટાઈમ નોકરી અને તેમાં મળતા ઓછા પગારની વાત કરતા નિલેશે હીરાના કારખાનામાં 25 થી 30 હજારના પગારની નોકરી અપાવવાની વાત કરતા બંનેએ મોબાઈલ નંબરની આપ-લે કરી હતી.

તેના 10-15 દિવસ બાદ નિલેશે કતારગામમાં જ્યાં નોકરી કરતો હતો ત્યાં હીરાના કારખાનામાં મેનજરની નોકરી ઉપર આવી જવા કહ્યું હતું પણ નિશાએ ઇન્કાર કર્યો હતો. તેમ છતાં તે અવારનવાર ફોન કરતો હોય અને પતિના પગાર, પાર્ટટાઈમ નોકરીના પગારમાં ઘર ચાલતું ન હોય નિશા નોકરીએ જવા તૈયાર થઈ હતી. નિલેશ નોકરી માટે શેઠ સાથે વાત કરવાની છે તેમ કહી તેને યોગીચોકની એક હોટલમાં લઈ ગયો હતો અને ત્યાં દુષ્કર્મ આચર્યું હતું. તેના ત્રણ દિવસ બાદ નિલેશે નિશાને ફોન કરી દુષ્કર્મ સમયે પાડી લીધેલા ફોટા ફરતા કરવાની ધમકી આપી નિશાને બસ સ્ટેશન બોલાવી હતી અને ત્યાંથી ભરૂચ નજીકના એક ગામમાં પોતાની બહેનના ઘરે ચાર વખત લઈ ગયો હતો અને બળજબરીથી શરીર સંબંધ બાંધ્યો હતો.

પતિ અને બાળકોને મારી નાખવાની અને ફોટા વાયરલ કરવાની તેમજ સોસાયટીની આજુબાજુમાં લગાવી દઈ બદનામ કરવાની ધમકી આપી નિલેશ બ્લેકમેઇલ કરતો હોય છેવટે નિશાએ ગતરોજ સરથાણા પોલીસ મથકમાં તેના વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા પોલીસે નિલેશની ધરપકડ કરી હતી.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s