અકસ્માતમાં મૃત્તક મહિલાના સંતાનોને રૃા.16.62લાખ વળતર આપવા હુકમ


સુરત

LIC એજન્ટ એવા પુત્રવધુના મોત બાદ તેના સગીર સંતાનો માટે 73વર્ષીય સાસુએ રૃા.51 લાખનો ક્લેઇમ કર્યો હતો

13 વર્ષ પહેલાં પોતાના પતિ તથા સગીર સંતાનો સાથે કારમાં જતી વેળા ટેન્કર સાથે
અકસ્માતમાં મૃત્યુ પામેલી મહિલાના સગીર સંતાનોને રૃા.16.62 લાખ વળતર ચૂકવવા મોટર
એકસીડેન્ટ ક્લેઈમ ટ્રીબ્યુનલ જજ બી.જી.ગોલાણીએ હુકમ કર્યો છે.

તાપી
જિલ્લાના વ્યારા તાલુકાના અણુમાલા ખાતે કે.એ.પી.એસ.ટાઉનશીપમાં રહેતા સુભાષચંદ્ર
પટેલ પોતાના પરિવારના સાથે તા.1-3-2008ના રોજ મારૃતિકાર લઈને હાંસોટથી અણુમાલા
પોતાના ઘરે જઈ રહ્યા હતા. ત્યારે મુળદ ગામની સીમમાં વડોદરાના ટેન્કર માલિક
અવતારસિંગ મન્નીદરસિંગ રામગઢીયા (રે.દશમાસ ટ્રાન્સપોર્ટ કંપની
,રણોલી જીઆઈડીસી,વડોદરાની માલિકીના ટેન્કર ચાલક નિયાઝ અહમદ મહમદે બેદરકારીથી ટેન્કરને
બ્રેક મારતાં મારૃતિકાર ટેન્કરની પાછળ અથડાઈ ભટકાતા હિનાબેનનું ગંભીર ઈજાથી મોત
નિપજ્યું હતુ. જેથી મૃત્તક પુત્રવધુના બે સગીર સંતાનોના વાલી તરીકે 73 વર્ષીય
દાદીમાં કાશીબેન પટેલે પોતાના પુત્ર સુભાષચંદ્ર પટેલ
, મારૃતિકારની
વીમા કંપની યુનાઈટેડ ઈન્સ્યુરન્સ કંપની
, ટેન્કર ચાલક માલિક
તથા ધી ઓરિએન્ટલ ઈન્સ્યુરન્સ કંપની વિરુધ્ધ રૃ.51 લાખનો કલેઈમ કર્યો હતો. સુનાવણી
દરમિયાન જણાવાયું કે
, મરનાર પોતે એલઆઈસી એજન્ટ તથા શેર
માર્કેટ એકાઉન્ટનું ઓનલાઈન કામ કરીને વાર્ષિક રૃ.1.02 લાખ આવક મેળવતા હતા. જેથી
મૃત્તક સગીર સંતાનોની જવાબદારી અરજદાર વૃધ્ધ દાદી પર આવી પડી છે. જેને કોર્ટે
અંશતઃ માન્ય રાખી ઉપરોક્ત વ્યાજ સહિત વળતર ચુકવવા અકસ્માત સર્જનાર વડોદરાના
ટેન્કરચાલક
,માલિક તથા વીમા કંપનીને હુકમ કર્યો છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s