સુરત જિલ્લામાં મતદારોના ઉત્સાહ વચ્ચે 407 ગ્રા.પં. માટે 70 ટકાથી વધુ મતદાન

– સરપંચની 391 બેઠકના
1165 અને વોર્ડની 2538 બેઠકના 6293 મળી કુલ 7458 ઉમેદવારોનું ભાવી મતપેટીમાં સીલ

– સાંજે પાંચ વાગ્યા સુધીમાં
5.31 લાખ મતદારોએ મતદાન કરતા 66.50  ટકા મતદાન

       સુરત

સુરત
જિલ્લાની
407 ગ્રામ પંચાયતના સરપંચ અને વોર્ડના સભ્યોની યોજાયેલી ચૂંટણીમાં મતદારોના ભારે
ઉત્સાહ વચ્ચે મતદાનની પ્રકિયા સંપન્ન થઇ ત્યાં સુધીમાં સરેરાશ
70 થી 80 ટકા વચ્ચે મતદાન થયુ હતુ. શાંતિપૂર્ણ માહોલમાં
પૂર્ણ થયેલી ચૂંટણીમાં સરપંચની
391 બેઠકના 1165 ઉમેદવારો અને વોર્ડની 2538 બેઠક માટે 6293 મળીને કુલ્લે 2929 બેઠક માટે ચૂંટણીમાં ઝંપલાવનારા 7458 ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં સીલ થઇ ગયુ હતુ.

સુરત જિલ્લાના
નવ તાલુકામાં સવારે સાતના ટકોરેથી
949 મતદાન મથકો પર મતદાનની પ્રકિયાનો આરંભ થતા મતદાન મથકો પર મતદારોની લાઇન લાગતા
સવારે
11 વાગ્યા સુધીના 4 કલાકમાં 7.99 લાખ મતદારોમાંથી 1.54 લાખ મતદારોએ મતદાન કરતા 19.36 ટકા મતદાન નોંધાયુ હતુ. જેમાં ઉમરપાડા તાલુકામાં સૌથી વધુ 27.77 ટકા મતદાન થયુ હતુ. ત્યારબાદના બે કલાક એટલે કે બપોરે એક વાગ્યા સુધીમાં મતદારોનો
રસ યથાવત રહેતા
1.26 લાખ મતદારોએ મતદાન કરતા 15.87 ટકા, બપોરે એકથી ત્રણ વચ્ચેના બે કલાકમાં 1.31 લાખ મતદારોએ મતદાન કરતા 16.43 ટકા મતદાન નોંધાયુ હતુ.
બપોર પછી મતદારોની ભીડ ઓછી થતા
3 થી 5 વાગ્યા
સુધીના બે કલાકમાં
1.18 લાખ મતદારોએ મતદાન કરતા 14.84 ટકા મતદાન થયું હતુ. આમ  સવારે 7 થી સાંજે 5 વાગ્યા સુધીના 9 કલાકમાં
કુલ
7.99 લાખ મતદારોમાંથી પુરષ મતદાર 268244 અને સ્ત્રી મતદાર 263348 મળીને કુલ 531592 મતદાતાએ મતાધિકારનો ઉપયોગ કરતા 66.50  ટકા મતદાન થયુ હતુ. ત્યારબાદ પણ ઘણા મતદાન મથકો પર
સાંજે છ વાગ્યે પ્રકિયા પૂર્ણ થાય ત્યાં સુધી લાઇનો રહેતા ટોકન આપીને મતદાન કરાવવુ
પડયુ હતુ. સાંજે પાંચ વાગ્યા સુધીમાં
66.50 ટકા મતદાન થતા મતદાનની
કુલ ટકાવારી સરેરાશ
70 થી 80 ટકા વચ્ચે
થવાની ગણતરી મંડાઇ છે. શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયેલી ચૂંટણીમાં સરપંચના
1165
અને વોર્ડના 6293 મળીને કુલ્લે 7458 ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં સીલ થયુ હતુ. જે મંગળવારે દરેક તાલુકામાં યોજાનારી
મતગણતરીના દિવસે ખુલશે.

સમય થયેલ મતદાન ટકાવારી

7 થી 11        154784     19.36

11 થી 1        126789     15.87

 1 થી 3        131382     16.43

3 થી 5         118637     14.84

કુલ              531592     66.50        

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s