સુરતમાં ઓમિક્રોનનો બીજો કેસ નોંધાયો દુબઇ ગયેલી ફેશન ડિઝાઇનર સંક્રમિત

કતારગામની ફેશન ડિઝાઇનર ફરી દુબઇ જવા
એરપોર્ટ પર પહોંચી ત્યારે પોઝિટિવ આવતા સેમ્પલ મોકલાયા હતા
:
રસીના બંને ડોઝ લીધા છે

– માતા સાથે
દુબઇ ગયેલા બંને સંતાનને ક્વોરેન્ટાઇન કરાયા
: બંનેનો એક રિપોર્ટ નેગેટીવ
આવ્યા બાદ રવિવારે ફરી સેમ્પલ મોકલાયા

        સુરત :

સુરત
સિટીમાં કોરોનાના કેસમાં વધ ઘટ થઇ રહી છે તેવા સમયે ઓમિક્રોનનો વધુ એક કેસ નોંધાતા
સુરતમાં ઓમિક્રોનનો બીજો કેસ નોંધાયો છે. કતારગામની ફેશન ડિઝાઇનર મહિલા દુબઇથી આવ્યા
બાદ ફરીથી દુબઇ જવા માટે સુરત એરપોર્ટ પહોંચી ત્યારે ટેસ્ટ થતાં પોઝિટિવ આવ્યા બાદ
સેમ્પ લજીનોમ સિક્વન્સીગમાં મોકલતા ઓમિક્રોન આવતા મ્યુુનિ.નું આરોગ્ય તંત્ર દોડતું
થયું છે.

કતારગામમાં
ઉત્રાણ ખાતે વી.આઇ.પી રોડ પર રહેતી
39 વર્ષની ફેશન ડિઝાઇનર તા.૨જીએ તેના 18 વર્ષના પુત્ર
અને
19 વર્ષની પુત્રી સાથે સુરતથી દુબઇ ગયા હતા. ત્યાંથી
તા.૫મીએ એર ઇન્ડિયાની ફલાઇટમાં સુરત આવ્યા હોવાથી ક્વોરેન્ટાઇન થયા હતા. તા.
8મીએ તેમને શરદી, ખાંસીની તકલીફ શરૃ થઇ હતી. તેથી તા.9મીએ વરાછાના લંબેહનુમાન ખાતે પ્રાઇવેટ ડૉકટર પાસે સારવાર માટે ગયા હતા.
બાદમાં તા.
13મીએ ફરી દુબઇ જવા માટે શારજહાંની ફલાઇટ બુક
કરાવેલી હતી. અને સુરત એરપોર્ટ પર પેથોકેર લેબ દ્વારા રેપીડ આર.ટી.પી.સી.આર કરાતા
રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ અંગે મ્યુનિ.ના આરોગ્યની ટીમને જાણ થતા તા.૧૩મીએ હોમ
આઇસોલેશન રાખવામાં આવ્યા હતા અને તેમના સેમ્પલ જીનોમ સિક્વન્સીગ માટે મોકલ્યા હતા.
મ્યુનિ.ની કોવિડ એપથી તેમજ ઝોનની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા નિયમિત તેમનું
મોનીટરીંગ કરાતું હતુ. દરમિયાન તેમનો ઓમિક્રોન વેરિયન્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
તેમને ખાનગી હોસ્પિટલમાં આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. તેમણે કોરોના રસીના બંને
ડોઝ લીધા છે. તેમની પુત્રી અઠવાલાઇન્સની વનિતા વિશ્રામ કોલેજમાં બી.સી.એના પ્રથમ
વર્ષમાં અભ્યાસ કરે છે. અને પુત્ર કે.પી કોમર્સ કોલેજમાં બી.સી.એમાં પ્રથમ વર્ષમાં
ભણે છે. બંને જણાએ રસીના બંને ડોઝ લીધેલા છે. હાલમાં તે બંને ક્વોરન્ટાઇન હેઠળ છે.
ફેશન ડિઝાઇનર સાથે રહેલા તમામ
9 વ્યક્તિનું તા.13ના રોજ ટેસ્ટીંગ કરતા તમામના રિપોર્ટ નેગેટીવ આવ્યા હતા. જયારે તેમના
પુત્ર અને પુત્રીને તા.
13મીએ તેમના મોટા વરાછામાં રહેતા ભાઇના
ઘરે ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. અને રવિવારે તેમના સેમ્પલ ફરીથી મોકલવામાં
આવ્યા છે.

<

p class=”12News”>ઉલ્લેખનિય
છે કે
, અઠવાડીયા
પહેલા વરાછામાં હીરાના ધંધા સાથે સંકળાયેલા વ્યકિતનો ઓમિક્રોનનો પ્રથમ કેસ નોંધાયો
હતો. જયારે ગત રોજ કેન્યામાં રહેતા સ્મીમેરમાં દાખલ કરીને સેમ્પલ જીનોમ સિક્વન્સીવ
માટે મોકલવામાં આવ્યા છે. જયારે કોન્ટેક્ટ ટ્રેસિંગ કરી
, સોશિયલ,
પ્રોફેશનલ કોન્ટેક્સનું ધનવન્તરી રથ દ્રારા ટેસ્ટીંગની કામગીરી કરવામાં
આવી હતી. જેમાં
78 વ્યકિતના ટેસ્ટ નેગેટીવ આવ્યા હતા. 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s