9.13 લાખ મતદારો 2929 બેઠક માટેના 7458 ઉમેદવારોનો ભાવિ નક્કી કરશે

– સુરતમાં 407 ગ્રા.પં.માં સરપંચની 391 બેઠક પર 1165, સભ્યની 2538 બેઠક માટે 6293 ઉમેદવારો
: કોવિડ ગાઇડલાઇનનું ચૂસ્ત પાલન કરાશે

      સુરત

સુરત
જિલ્લા પંચાયતની
407 ગ્રામ પંચાયતની સરપંચની 391 બેઠક પર ઝંપલાવનારા 1165
અને વોર્ડની 2538 બેઠક માટે  ચૂંટણી મેદાનમાં ઝંપલાવનારા 6293 ઉમેદવારોનું ભવિષ્ય આવતીકાલ રવિવારે યોજાનારી ચૂંટણીમાં 9.13  લાખ મતદારો ૯૪૯ મતદાન મથક પર જઇ બેલેટ
પેપર થી મતદાન કરીને નક્કી કરશે. સવારે સાત વાગ્યાથી મતદાન શરૃ થઇ જશે.

સુરત જિલ્લાની
407 ગ્રામ પંચાયતની
ચૂંટણીના પડધમ શાંત થઇ ગયા બાદ આવતીકાલ રવિવારે સવારે સાત વાગ્યાથી મતદાનની પ્રકિયા
શરૃ થઇ જશે. સુરત જિલ્લા કલેકટર દ્વારા ચૂંટણીની તમામ પ્રકિયાઓ આટોપી લેવાઇ હતી. જેમાં
આજે સવારે તમામ મતદાન મથકો પર બેલેટ પેપર અને પેટી લઇને પ્રિસાઇડીંગ ઓફિસર સહિતના સ્ટાફને
રવાના કરી દેવાયા બાદ મતકુટિર બનાવી મતદાન મથક તૈયાર કરી દેવાયુ હતુ. પંચાયતની ચૂંટણી
રસાકસીભરી હોવાથી અતિ સંવેદનશીલ અને સંવેદનશીલ મતદાન મથકો પર ખાસ પોલીસ બંદોબસ્ત ગોઠવાઇ
ગયો છે.

કોરોનાના
કેસો વધી રહ્યા હોવાથી ચૂંટણીમાં કોરોનાની ગાઇડ લાઇનું પાલન કરાશે. જેમાં દરેક
મતદાન મથકો પર હાથના મોજા
,
સેનેટાઇઝર અને થર્મલ ગનથી મતદારોનું ચેંકિગ કરાશે.આ ચૂંટણીમાં કુલ 391 સરપંચની બેઠક માટે 1165 ઉમેદવારો અને વોર્ડના 2538 સભ્યો માટે 6293 ઉમેદવારોએ ચૂંટણીમાં ઝપલાવ્યુ
હોવાથી
9.13 લાખ મતદારો મતાધિકારનો ઉપયોગ કરીને મતદાન કરતા આ
ઉમેદવારોનું ભાવી મોડી સાંજે પેટીમાં સીલ થશે.

ગ્રામપંચાયતની
ચૂંટણીમાં ખાનગીમાં દારુની પોટલી
,
રૃપિયાની વહેંચણી વર્ષોથી થાય છે

<

p class=”12News”>ગ્રામ
પંચાયતનું ઇલેકશનનુ મહત્વ ઉમેદવારો માટે ધારાસભ્ય કે સાંસદના ઇલેકશન કરતા પણ વધુ
મહત્વનું હોવાથી ચૂંટણી જીતવા માટે તમામ ઉમેદવારો અને તેમના ટેકેદારો એટીચોટીનું
જોર લગાવી રહ્યા છે. જેમાં આજે શનિવારે છેલ્લો દિવસ હોવાથી ઉમેદવારો માટે કતલની
નાઇટ હોય છે. જેમાં આજે સવાર સુધી ગામમાં છુપો પ્રચાર થશે. ઉમેદવારો કે ટેકેદારો
છુપા વેશમાં મતદારોના ઘરે જશે. અને રૃપિયાની લઇ 
દારૃની પોટલી અને છેલ્લે ઇગ્લીશ દારૃની પણ વહેંચણી કરીને મતદારોને મતદાન
આપવા માટે લલચાવાશે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s