પાંચ વાહનોમાં તોડફોડ, મકાન પર તલવાર ઝીંકી અસામાજીક તત્વોનો આતંક


– મોડીરાતે ઉધના પટેલનગર હેગડેવાર વસાહતમાં

– અસામાજીક તત્વો વસાહતમાં એક વ્યક્તિને મળવા આવતા હોય સ્થાનિકોએ ઠપકો આપતા તોડફોડ કરી

સુરત, : સુરતના ઉધના પટેલનગર હેગડેવાર વસાહતમાં તલવાર અને લાકડાના ફટકા સાથે આવેલા 10થી 15 અસામાજીક તત્વોએ ત્રણથી ચાર વાહનોમાં તોડફોડ કરી મકાનના દરવાજા પર તલાવર મારી આતંક મચાવ્યો હતો.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના ઉધના પટેલનગર હેગડેવાર વસાહતમાં શુક્રવારે મોડીરાતે 10.30 વાગ્યાના અરસામાં 10થી 15 યુવાનો અચાનક હાથમાં તલવાર અને લાકડાના ફટકા લઈ ધસી આવ્યા હતા અને ત્યાં પાર્ક કરેલી બાઈક, મોપેડ વિગેરેમાં તોડફોડ કરવા લાગ્યા હતા. સ્થાનિકો અવાજ સાંભળી બહાર નીકળ્યા તો તેમને ગાળો આપી પાંચ વાહનોમાં તેમણે તોડફોડ કરી હતી. એક મહિલાના ઘરના ટોયલેટના દરવાજા ઉપર પણ તલવાર મારી તેઓ ત્યાંથી ભાગી છૂટ્યા હતા. બનાવને પગલે સ્થાનિકો એકત્ર થઈ ગયા હતા. સમગ્ર ઘટના ત્યાંના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ હતી. દરમિયાન, બનાવ અંગે ઉધના પોલીસે ગૌરવ સંજયભાઈ રાજપૂતની ફરિયાદના આધારે સાબીર, અકરમ ઉર્ફે બાલા, ફૈજાન ઉર્ફે માંગીલાલ, મોન્ટુ ઉર્ફે મનીષ, આરીફ ઉર્ફે ચીરા, દિલસાદ ઉર્ફે બાદશાહ, સાહિદ ઉર્ફે કંઠી, સૈફઅલી, નાજીમ, છોટુ ગેરેજ, શેરખાન અને અન્ય ત્રણ ( તમામ રહે. પટેલનગર, ઉધના, સુરત ) વિરુદ્ધ રાયોટીંગનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે બે દિવસ અગાઉ સાબીરનો ગૌરવ સાથે ઝઘડો થયો હતો. તેની અદાવતમાં ગતરાત્રે તોડફોડ કરી હતી. જોકે, સૂત્રોના જણાવ્યા મુજબ અસામાજીક તત્વો વસાહતમાં એક વ્યક્તિને મળવા આવતા હોય સ્થાનિકોએ ઠપકો આપતા તોડફોડ કરી હતી.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s