દૂધ પીધા બાદ સૂઇ ગયેલા બાળકના મોતની આઠ દિવસમાં ત્રીજી ઘટના

– અમરોલીમાં માતાએ બાળકને ચમચીથી દૂધ પીવડાવ્યું હતું

– અગાઉની બે ઘટનામાં માતાએ બાળકને સ્તનપાન કરાવ્યા બાદ ઉંઘમાં જ મોત થયું હતું

સુરત:

છેલ્લા
આઠ દિવસમાં સુરતમાં  દુધ પીવડાવ્યા બાદ બાળકના
મોત થવાના કિસ્સા પ્રકાસમાં આવી રહ્યા છે. જોકે 
બાળકોના જે  મૃત્યુ થઇ રહ્યા છે. તેમાં
દૂધ પીવડાવવામાં કાળજીનો અભાવ કે અન્ય કોઇ કારણ છે
? તે કોયડો બન્યો છે. ે અમરોલીમાં
શુક્રવારે મોડી રાતે માતાએ  ચમચીથી દુધ પીડાવ્યા
બાદ બાળકનું મોતને ભેટયો હતો.

નવી
સિવિલથી મળેલી વિગત મુજબ અમરોલીમાં કોસાડ આવાસમાં રહેતા અફસાના સાદીક મન્સુરીનો એક
માસનો પુત્ર અબ્દુલ કાદીરને શુક્રવારે મોડી રાતે તેની માતાએ ચમચીથી દુધ પીવડાવ્યુ
હોવાનું તેમના પરિવારના સભ્યો કહ્યુ હતુ. બાદમાં બાળક બેભાન થઇ જતા ચિંતામાં
મુકાયેલી માતા અને પરિવારજનો બાળકને નવી સિવિલમાં લઇ આવ્યા હતા. પણ ડોકટરે બળાકને
મૃત જાહેર કર્યો હતો. બાળકના પિતા કટલરીની લારી ચલાવે છે. અન્ય સંતાનમાં એક પુત્રી
અને એક પુત્ર છે.

ઉલ્લેખનીય
છે કે
, દૂધ
પીધા બાદ બાળકના મોતની આઠ દિવસમાં સુરતમાં બનેલી આ ત્રીજી ઘટના છે. તા.૧૧મીએ સવારે
ઝાંપાબજાર બદરી રોડ પર રહેતા નિશાસીંગ રાજપૂતના ૪૦ દિવસના પુત્ર કાર્તિકને સ્તનપાન
કરાવી સૂવડાવ્યા બાદ તે સવારે જાગ્યો જ નહોતો. સિવિલમા તેને મૃત જાહેર કરાયો હતો.

તા.૧૨મીએ
પાંડેસરા સ્વામીનારાયણનગરમાં બે માસના બાળક મિહીર સંદિપસીંગને વહેલી સવારે માતાએ
દૂધ પીવડાવ્યા બાદ બેભાન થઇ જતા સિવિલમાં લવાયો હતો. પણ મૃત જાહેર કરાયો હતો. હવે
ગતરાતે અમરોલીમાં વધુ એક બાળકનું મોત થયું છે.

 

– મિલ્ક
એસ્પીરેશન : દૂધ બાળકના જઠરમાંથી અન્નનળીમાં પાછું જાય છે ત્યારે ફેફસામાં જતું
રહેતા શ્વાસ રૃંધાઇ જતા મૃત્યુ થવાની શક્યતા

નવી
સિવિલ હોસ્પિટલના બાળકો વિભાગના વડા ડો. સંગીતાબેન ત્રિવેદીએ કહ્યુ કે   દુધ બાળકના જઠર માંથી અન્નનળીમાં પાછુ જાય છે.
ત્યારે ફેફંસામાં જતુ હોવાથી શ્વાસ રૃંધાવાથી મોત થવાની શકયતા છે. જેને તબીબી
ભાષામાં મિલ્ક એસ્પીરેશન કહેવાય છે. રડતુ બાળક શાંત પડયા પછી તેને દુધ કે ખોરાક
આપવો જોઇએ. સ્તનપાન વેળા બાળકને પેટમાં હવા થતી હોય છે તેથી સ્તનપાન બાદ બાળકને
ખભા પણ મુકીને હવા ઓડકારરૃપે બહાર ન નીકળે ત્યાં સુધી પીઠ થાબડવી. બાળકને નાક
દબાવી કે બે પગની વચ્ચે દબાવીને ખોરાક કે કશું આપવું જોઇએ નહી.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s