તક્ષશિલા કેસમાં બિલ્ડર હરસુખ વેકરીયાને રૃા.૩૫ લાખ જમા કરાવવાની શરતે મહિનામાં જામીનસુરત

ત્રણ મહિનામાં રકમ જમા કરાવવા નિર્દેશઃસહઆરોપીઓને શરતી જામીન અપાતા સમન્યાયના સિધ્ધાંત હેઠળ હાઇકોર્ટમાં જામીના માંગ્યા હતા

સરથાણાના
તક્ષશિલા આર્કેડ આગ હોનારત કેસમાં છેલ્લા અઢી વર્ષથી જેલવાસ ભોગવતા આરોપી બિલ્ડર હરસુખ
વેકરીયાએ વળતર પેટે રૃ.35 લાખની ડીપોઝીટ ત્રણ મહીનામાં જમા કરાવવાની બાંહેધરી તથા સમન્યાયના
સિધ્ધાંત હેઠળ ગુજરાત હાઈકોર્ટ જસ્ટીસ વિપુલ એમ. પંચોલીએ શરતોને  આધીન જામીન મુક્ત કરવા હુકમ કર્યો છે.

બે વર્ષ
પહેલાં 22 માસુમ વિદ્યાર્થીઓનો ભોગ લેનાર તક્ષશિલા આર્કેડ આગ હોનારત કાંડમાં
સાપરાધ મનુષ્ય વધના ગુનામાં ક્રાઇમ બ્રાંચે જેલભેગા કરેલા 14 આરોપીઓ પૈકી આરોપી
બિલ્ડર હરસુખ વેકરીયાએ ગુજરાત હાઈકોર્ટ સમક્ષ ફરી જામીન માંગ્યા હતા. જોકે
, અરજી પરત ખેંચતા
હાઇકોર્ટે ચાર મહિના બાદ નવેસરથી જામીન માંગવા સ્વતંત્રતાનો હક અબાધિત રાખીને
જામીન અરજી વીથ ડ્રો કરવાની પરવાનગી આપી હતી.

દરમિયાન
ચાર્જશીટ રજૂ થયા બાદ હાઇકોર્ટે સહઆરોપી બિલ્ડર સવજી પાઘડાળ અને રવિન્દ્ર કહારને
શરતી જામીન આપ્યા હતા અને તે સામે વિદ્યાર્થીઓના વાલીઓએ કરેલી બેલ કેન્સલેશનની
અરજી સુપ્રિમ કોર્ટે ડિસમીસ કરી હતી. જેથી સમન્યાયના સિધ્ધાંત હેઠળ બિલ્ડર હરસુખ
વેકરીયાએ જામીન માંગી રૃા.35 લાખ ડિપોઝીટ પેટે ચાર મહિનામાં જમા કરાવવાની બાંહેધરી
આપી હતી. જેથી હાઇકોર્ટે ત્રણ મહિનામાં આ રકમ જમા કરાવવાની શરતે આરોપી બિલ્ડરને
રૃા.10 હજારના શરતી જામીન પર મુક્ત કરવા નિર્દેશ આપ્યો છે.

 પંચ સાક્ષીની ફેર તપાસની પરવાનગી આપવા  સરકારપક્ષની માંગ

(પ્રતિનિધિ દ્વારા)       સુરત,શનિવાર

તક્ષશિલા
આર્કેડ આગ હોનારત કેસના 14 આરોપીઓ વિરુધ્ધ હાલમાં ચાલતી કેસ કાર્યવાહીની આજની
કોર્ટ કેસની મુદત દરમિયાન એક ઈન્કવેસ્ટ પંચનામાના પંચ સાક્ષીની જુબાની લેવામાં આવી
હતી.અલબત્ત ફરિયાદપક્ષે ખાસ સરકારી વકીલની સરતપાસ દરમિયાન આ પંચ સાક્ષીએ
ફરિયાદપક્ષના કેસની હકીકતને સમર્થન આપતી જુબાની આપી હતી.જો કે આરોપીઓના બચાવપક્ષ
દ્વારા લેવામાં આવેલી ઉલટ તપાસ દરમિયાન પ્રોસિક્યુશનના કેસની હકીકત વિરુધ્ધની
જુબાની આપી હતી.જેથી સરકારપક્ષ દ્વારા આ પંચ સાક્ષીની ફેર તપાસ કરવા અને
હોસ્ટાઈલ  જાહેર કરવા માટે કોર્ટની અરજી
કરી હોવાની વિગતો સાંપડી છે.

<

p class=”MsoNormal”> 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s