કાપોદ્રાની 16 વર્ષીય તરૃણીને ભગાડી દુષ્કર્મ ગુજારનાર 26 વર્ષના યુવાને 10 વર્ષની સખ્તકેદસુરત

ભોગ બનનારને 1 લાખનું વળતર ચુકવવા નિર્દેશઃ જરૃર કરતા વધુ દયા બતાવવાથી બહુજન સમાજનું હિત જોખમાય છેઃકોર્ટ

ત્રણેક
વર્ષ પહેલા કાપોદરાની 16 વર્ષીય તરૃણીને લગ્નની લાલચ આપી પોતાના વતન યુ.પી.ભગાડી
જઈ એકથી વધુ વખત બળાત્કાર ગુજારનાર આરોપી યુવકને આજે પોક્સો કેસોની ખાસ અદાલતના
એડીશ્નલ સેશન્સ જજ દિલીપ પી.મહીડાએ આરોપીને દોષી ઠેરવી 10 વર્ષની સખ્તકેદ
,રૃ.25 હજાર દંડ તથા દંડ
ન ભરે તો વધુ એક વર્ષની સખ્તકેદની સજા ફટકારતો હુકમ કર્યો છે. જ્યારે કોર્ટે ભોગ
બનનારને વીકટીમ કોમ્પેન્સેશન સ્કીમ હેઠળ રૃ.1 લાખ વળતર ચુકવવા નિર્દેશ આપ્યો છે.

મૂળ
ઉત્તરપ્રદેશના ચંદૌલી જિલ્લાના વતની 26 વર્ષીય આરોપી ચંદન રામભરત સોપાન ચૌહાણ
કાપોદ્રા વિસ્તારની 16 વર્ષની તરૃણીને ભગાડી જતા તેની માતાએ કાપોદ્રા પોલીસમાં
તા.22 નવેમ્બર
, 2018ના રોજ પોક્સો એક્ટના ભંગ અંગે ફરિયાદ નોંધાવી હતી. આરોપી લગ્નની લાલચ
આપી તરુણીને ભગાડી ગયો હતો અને તા.23 નવેમ્બરથી 30નવેમ્બર
, 2018સુધી પોતાના વતનમાં રાખી એકથી વધુવાર બળાત્કાર ગુજાર્યો હતો. આરોપી યુવાન અને
તરુણીને પોલીસે યુ.પી જઇ શોધી કાઢયા હતા.

જેલભેગા
કરાયેલા આરોપી  ચંદન ચોહાણ વિરુધ્ધના કેસની
આજે અંતિમ સુનાવણી હાથ ધરાઇ હતી. એપીપી વિશાલ ફળદુએ આરોપી યુવક વિરુધ્ધ પોક્સો
એક્ટની કલમ 3(એ)4
, 5(એલ) 6 તથા ઈપીકો-376(2)એન મુજબના ગુના અંગે કુલ 11 જેટલા મહત્વના પંચ
સાક્ષીઓ તથા 19 જેટલા દસ્તાવેજી પુરાવા રજુ કર્યા હતા. આવા આરોપી બાળકીઓના
અબુધપણાનો ગેરલાભ ઉઠાવી ફોસલાવી લલચાવીને બદકામ કરે છે. તેથી સમાજમાં આવા ગુના
બનતા અટકે તથા બાળકીઓ નિશ્ચિતપણે જીવન જીવી શકે તે માટે આરોપીને મહત્તમ સજા તથા
ભોગ બનનારને યોગ્ય વળતર આપવું જોઇએ.

કોર્ટે
રેકર્ડ પરના પુરાવા તથા ફરિયાદપક્ષની દલીલોને ધ્યાને લઈ આરોપીને ઉપરોક્ત ગુનામાં 10 વર્ષની સખ્તકેદ તથા દંડનો હુકમ કર્યો હતો. જ્યારે ઈપીકો-366,363
 તથા પોક્સો એક્ટની
કલમ-7,8ગુનામાં શંકાનો લાભ આપી છોડી મુકવા હુકમ કર્યો છે. કોર્ટે જણાવ્યું હતું
કે આરોપીના આ ગુનામાં કાયદામાં જણાવેલ ઓછામાં ઓછી સજા કરવાનું કોઈ કારણ હાલ અદાલત
પાસે નથી. જ્યારે જરૃર કરતાં વધુ દયા બતાવવામાં આવે ત્યારે બહુજન સમાજનું હિત
જોખમાય છે.

<

p class=”MsoNormal”>

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s