ઉદ્યોગકર્મી એક્સ. ટ્રેનમાં સીટ મુદ્દે મહિલાને ગાળો આપી, ભેસ્તાન સ્ટેશન પર પતિને ચપ્પુ માર્યું


– મહિલા પ્રવાસીને ટ્રેનમાંથી ફેંકી
દેવાની અજાણ્યાઓએ ધમકી આપી

– ગોડાદરાની પરિણીતા કાનપુરથી આવતી હતી, વહેલી સવારે
માથાકૂટઃ  ભેસ્તાન સ્ટેશને પતિ અને સબંધી
લોહીલુહાણ થતા પ્લેટફોર્મ પર ભાગદોડ

 સુરત :

ઉદ્યોગકર્મી
એક્સપ્રેસ ટ્રેનમાં બેસીને કાનપુરથી સુરત આવી રહેલી એક મહિલા મુસાફર સાથે કોચમાં કેટલાક
યુવકો સીટ પર બેસવા બાબતે બાબતે ઝગડો કરી ગાળાગાળી કર્યા બાદ ભેસ્તાન સ્ટેશન મહિલાને
રીસીવ કરવા આવેલા તેમના પતિ સહિત બે વ્યક્તિ પર ચપ્પુથી હુમલો કરી દેવાતા લોહીલુહાણ
હાલતમાં નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા.

નવી
સિવિલના સૂત્રો પાસેથી મળેલી વિગત મુજબ ગોડાદરામાં રહેતા
27 વર્ષીય ચન્દ્રશેખર
સિંગની પત્ની ચાંદની ઉતરપ્રદેશના કાનપુરથી ટ્રેનમાં બેસી સુરત આવવા નીકળી હતી. તે
સમયે ચાલુ ટ્રેનમાં  કોચમાં આજે વહેલી
સવારે યુવકોએ બેસવા બાબતે તેમની સાથે ઝગડો કરવાની સાથે ગાળાગાળી કરવા લાગ્યા હતા
અને ટ્રેનમાંથી ફેંકી દેવાની ધમકી આપવા લાગ્યા હતા. આ અંગે તેણે તેના પતિને ફોન
કરીને જાણ કરી હતી.

<

p class=”12News”>દરમિયાન
આજે વહેલી સવારે ભેસ્તાન રેલવે સ્ટેશન ઉપર ચાંદનીને તેના પતિ તથા સંબંધી સહિતના
પરિચિતે રિસીવ કરવા ગયા હતા. ત્યારે ટ્રેનમાં ચાંદની સાથે ઝગડો કરવાવાળા અજાણ્યા
શખ્સોની તેમના પતિ સાથે રકઝક થઇ હતી. ત્યારબાદ તે શખ્સો ચપ્પુ લઇને પ્લેટફોર્મ ઉપર
ધસી ગયા હતા અને ચાંદનીના પતિ અને તેના સંબંધી પુનીત સીંગ (ઉ.વ-
25)ને ઉપર ચપ્પુના ઘા
મારતા બંને લોહીલુહાણ થઇ ગયા હતા. ઘટનાને પગલે સ્ટેશન પર ભાગદોડ મચી ગઇ હતી. જોકે
,
આરપીએફ કે જીઆરપી પોલીસ જવાનો નજરે પડયા નહોતા. જીવ બચાવવા લોકો
આમતેમ ભાગવા લાગ્યા હતા. ત્યારબાદ ઘટના સ્થળે ટોળું થઇ ગયું હતું. ચંદ્રશેખરને
જમણા થાપાના ભાગે અને પુનિતને ઘૂંટણના ભાગે ઇજા સાથે સારવાર માટે નવી સિવિલ
હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તેમના સંબંધીઓએ ઉક્ત ઘટના ડોકટરને જણાવ્યું હતું.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s