અમરોલીમાં બંઘ ઘરનું તાળું તોડી રૂ. 4.07 લાખના દાગીનાની ચોરી


– મનપાના હેલ્થ સેન્ટરની નર્સ પતિ સાથે વતનમાં ધાર્મિક હાજરીમાં ગયા હતા, પડોશીએ દરવાજાનું તાળું તૂટયું હોવાની જાણ કરી

(પ્રતિનિધિ દ્વારા) સુરત, રવિવાર,

અમરોલી-નવા કોસાડ રોડ સ્થિત સુર્ય નગર સોસાયટીમાં ત્રાટકેલા તસ્કરોએ નર્સના બંધ ઘરને નિશાન બનાવી સોના-ચાંદીના દાગીના કિંમત રૂ. 4.07 લાખની મત્તાના ચોરીને ભાગી ગયા હતા.

અમરોલી-નવા કોસાડ રોડ સ્થિત સુર્ય નગર સોસાયટીના ઘર નં. બી 80માં રહેતા અને કોર્પોરેશનના હેલ્થ સેન્ટરમાં નર્સ તરીકે નોકરી કરતા ઇલાબેન ગીરીશ મકવાણા (ઉ.વ. 40 મૂળ રહે. અલેણા, તા. મહુધા, જિ. ખેડા) 14 ડિસેમ્બરે વતન ખાતે ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપવા ગયા હતા. આ દરમિયાન તસ્કરોએ બંધ ઘરને નિશાન બનાવી દરવાજાનું લોક તોડી અંદર પ્રવેશી સોનાના 75 ગ્રામ વજનના દાગીના કિંમત રૂ. 2.47 લાખ અને 740 ગ્રામ વજનના રૂ. 1.60 લાખ મળી કુલ રૂ. 4.07 લાખના દાગીના ચોરીને ભાગી ગયા હતા. ઘટના અંગે ઇલાબેને અમરોલી પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરીયાદ નોંધાવી હતી.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s