18 વર્ષ પહેલા રૃા.4000ની લાંચ લેનાર SMCના જુનિયર ઈજનેરને ત્રણ વર્ષની કેદસુરત


ચંદ્રેશકુમાર ગાંધીએ કોન્ટ્રાકટરના રનીંગ બીલની મંજુરી માટે રૃા.3 હજાર અને અને સિક્યુરીટી ડિપોઝીટ પરત આપવા રૃા.1 હજાર  લાંચ માંગી હતી

આજથી 18 વર્ષ પહેલાં સુરત મહાનગર પાલિકાના કોન્ટ્રાક્ટર પાસેથી રનીંગ બીલ પાસ કરાવવા
તથા ટેન્ડર ડીપોઝીટ પરત આપવા  પેટે રૃ.4 હજારની લાંચના છટકામાં સપડાયેલા  કતારગામ
નોર્થ ઝોનના આરોપી જુનિયર ઈજનેરને આજે એસીબીના કેસોની ખાસ અદાલતે દોષી ઠેરવીને
આરોપીને ત્રણ વર્ષની કેદ તથા રૃ.10 હજાર દંડ અને ન દંડ ન ભરે તો વધુ ચાર માસની
કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે.

સુરત મહાનગર
પાલિકાના માન્ય એવા ફરિયાદી કોન્ટ્રાકટરને વર્ષ-2000-2001 દરમિયાન સિંગણપોર ચાર રસ્તાથી
વેડરોડ પર સ્ટ્રોમ ડ્રેનેજ નાખવા અંગે રૃ.30.94 લાખનું ટેન્ડર ભર્યું હતુ.જે મંજુર
થયા બાદ નિયમ મુજબ ફરિયાદીએ સિક્યોરીટી ડીપોઝીટ પેટે રૃ.62 હજાર જમા કરાવ્યા બાદ ટેન્ડર
મુજબનું કામકાજ શરૃ કર્યું હતુ.ફરિયાદી કામ મુજબ બિલ મુકીને મંજુર કરાવ્યા બાદ છેલ્લું
બીલ રૃ.2 લાખનું બીલ પાસ કરાવવા મુક્યું હતુ.જે બીલ પાસ કરાવવા નોર્થ ઝોન કતારગામના
જુનિયર ઈજનેર ચંદ્રેશકુમાર નરેશચંદ્ર ગાંધીએ રૃ.3 હજારની લાંચ ફરિયાદી પાસે માંગી હતી.જે
ફરિયાદીએ આપી ન હોય ટેન્ડર મુજબ કામ પુરું થઈ જતાં સિક્યોરીટી ડીપોઝીટ પરત આપવા અરજી
કરી હતી.જેથી આરોપી ઈજનેરે  અગાઉના રનીંગ બીલના3 હજાર તથા સિક્યોરીટી ડીપોઝીટ પરત આપવા માટે રૃ.1000મળીને કુલ 4હજારની લાંચ માંગી
હતી.

જેથી
ફરિયાદી કોન્ટ્રાક્ટરે લાંચ આપવા ન માંગતા હોઈ એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી.જેથી
તા.23-1-03ના રોજ નોર્થ ઝોન કચેરીમાં જ આરોપી ફરિયાદી પાસેથી લાંચની માંગ કરીને
સ્વીકાર કરીને પેન્ટના ખિસ્સામાં મુકતા રંગે હાથે ઝડપાઈ ગયો હતો.

આજથી 18 વર્ષ જુના લાંચ કેસની આજે અંતિમ સુનાવણી હાથ ધરવામાં આવતાં ફરિયાદ પક્ષે એપીપી
રાજેશ ડોબરીયા તથા તેજસ અશોકકુમાર પંચોલીએ આરોપી વિરુધ્ધનો કેસ નિઃશકપણે સાબિત
કર્યો હતો.જેથી કોર્ટે રેકર્ડ પરના પુરાવા તથા ફરિયાદપક્ષની રજુઆતોને માન્ય રાખી
આરોપી ચંદ્રેશકુમાર ગાંધીને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ- 7 માં દોષી ઠેરવી બે
વર્ષની કેદ
,રૃ.5 હજાર દંડ તથા દંડ ન ભરે તો વધુ બે માસની કેદની સજા ફટકારી હતી.જ્યારે
કલમ- 13(1)ઘ તથા 13(2) હેઠળ ત્રણ વર્ષની કેદ
,રૃ.10 હજાર દંડ
તથા દંડ ન ભરે તો વધુ ચાર માસની કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે.

<

p class=”MsoNormal”> 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s