સુરતમાં ઘુસાડવાનો રૃ.31.84 લાખનો દારૃ વરેલીના બંધ ગોડાઉનમાંથી પકડાયો

-કાપડના પાર્સલમાં
પેકીંગ કરી સુરતમાં દારૃ ઘુસાડવાના નેટવર્કનો પર્દાફાશ

-ગોડાઉન માલિક અને ભાડે
રાખનારા સહિતના વોન્ટેડ

બારડોલી, શુક્રવાર

પલસાણા
તાલુકાના વરેલી ગામે ટ્રાન્સપોર્ટના બંધ ગોડાઉનમાંથી પોલીસે બાતમી આધારે રૃ. ૩૧.૮૪
લાખનો વિદેશી દારૃ ઝડપી પાડી ગોડાઉન માલિક અને ભાડે રાખનારા વરેલીના શખ્સને
વોન્ટેડ જાહેર કર્યા હતા. વિદેશી દારૃનો જથ્થો કાપડના પાર્સલમાં પેકિંગ કરી સુરત
શહેરમાં ઘુસાડવાના મોટા નેટવર્કનો પર્દાફાશ થયો છે.

<

p class=”12News”>વરેલી
ગામે ટ્રાન્સપોર્ટના ગોડાઉન નજીક ખુલ્લી જગ્યામાં ઉભેલા કન્ટેઇનરમાંથી સ્ટેટ
મોનિટરીંગ સેલની ટીમે રૃ.૨૭.૯૧ લાખનો દારૃનો જથ્થો ઝડપી ચાલકની અટક કરી હતી.
ચાલકની કબૂલાત મુજબ કન્ટેઇનરમાં દારૃ ભરીને લાવવાના ફેરાના રૃ.૨૦
,૦૦૦ પ્રમાણે મળતા હતા.
છઠ્ઠી વખત વિદેશી દારૃનો જથ્થો લાવી સુરત શહેરમાં ઘુસાડવાનો હોવાનો કબૂલાત કરી
હતી. સ્ટેટ વિજિલન્સ ટીમ કામગીરી કરતી હતી તે સમયે જ કડોદરા જીઆઈડીસી પીઆઈ
એચ.ડી.પટેલને મળેલી બાતમી આધારે પોલીસ કાફલા સાથે વરેલી ગામે શ્રીજી ટ્રાન્સપોર્ટ
નગરના બંધ ગોડાઉનમાં રેડ કરી હતી. તે સમયે ગોડાઉન નજીક પાર્કે થ્રી વ્હીલ ટેમ્પો
(નં.જીજે-૦૫- બીયુ-૨૭૧૬) બિનવારસી મળી આવતા પાછળની બોડીનું લોક તોડીને જોતા ખાખી
કલરના બોક્સમાં ૮૫૨ વિદેશી દારૃની બોટલ કિંમત રૃ.૧
,૭૨,૩૨૦ નો જથ્થો મળી આવ્યો હતો. ત્યારબાદ બંધ ગોડાઉનના તાળા તોડી જોતા સાડીના
પાર્સલ હોય તે રીતે પાર્સલમાં પેક કરેલો વિદેશી દારૃનો જથ્થો મળી આવ્યો હતો. જેમાં
પ્રથમ મોટા પાર્સલમાંથી બોટલ નંગ ૧૪૮૯૨ કિંમત રૃ. ૨૯
,૬૨,૫૬૦ તેમજ બીજા પાર્સલમાંથી ૧૫૭૫૪ નંગ બોટલ કિંમત રૃ.૩૧,૩૪,૮૮૦નો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કુલ ૩૧૪૮૮ નંગ
બોટલ કિંમત રૃ.૩૧
,૮૪,૮૮૦નો મુદ્દામાલ
કબજે કરી ગોડાઉનની દેખરેખ રાખનાર અને ભાડાની ઉઘરાણી કરનારા ચેતન પ્રમોદભાઈ બગડે
(હાલ રહે. રામનગર
, નવાગામ, ડીંડોલી,
સુરત. મૂળ રહે. પારોળા, આઝાદચોક તા. અમલનેર,
જી. જલગાંવ, મહારાષ્ટ્ર) ની પૂછપરછ કરતા
શ્રીજી ટ્રાન્સપોર્ટ નગરના માલિક વિજય જયંતિભાઈ ઉર્ફે જેરામભાઈ વસોયા (રહે. શેફાયર
કોર્ટ
, વીઆઇપી રોડ, વેસુ, સુરત)એ રૃ.૧૫૦૦૦ના માસિક પગારે નોકરીએ રાખેલો હતો. અને શ્રીજી
ટ્રાન્સપોર્ટ નગરમાં આવેલા ૧૮ ગોડાઉનની દેખરેખ રાખી ભાડું વસૂલ કરતો હતો. પોલીસે
બંધ ગોડાઉનના તાળા તોડી દારૃનો જથ્થો કબજે કર્યો હતો જે ગોડાઉન અંગે હાજર
ચેતનભાઈને પૂછતા તા.૧૦-૦૯-૨૦૨૧ ના રોજ મહાદેવ ગોડાઉન નામનું ગોડાઉન વિજય વસોયાએ
મહેન્દ્રસિંહ ખીમસિંહ ચૌહાણ (રહે. ક્રિષ્ના રેસીડેન્સી
, વરેલી,
તા.પલસાણા)ને તેના ભાગીદાર રાજેશ (રહે. કામરેજ)ને માસિક રૃ.૨૫,૦૦૦નું ભાડું નક્કી કરી આપેલું હતું. અને રૃ.૫૦,૦૦૦
ડિપોઝીટ પણ લીધેલી હતી. દર માસે મહેન્દ્રસિંહ ભાડું આપતો હતો
, જે વ્યવહાર અંગેની લખેલી ડાયરી પોલીસ સમક્ષ રજૂ કરી હતી. દારૃનો જથ્થો
ખાલી કરી સુરત શહેરમાં અલગ-અલગ પાર્સલ બનાવી વાહનોમાં લઈ જતાં હોવાનું જણાતાં
પોલીસે ગોડાઉનના માલિક વિજય વસોયા અને ભાડે રાખનાર મહેન્દ્ર સિંહ ચૌહાણ
, રાજેશ સહિત અન્યોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ આદરી છે. 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s