વાંસદાના કોંગ્રેસના ધારાસભ્યની કાર પર હુમલો


-સાલા
મૂરખા
,
બુદ્ધિ વગરના, તને કંઇ ખબર પડતી નથી

-ઉનાઇ ગ્રા.પં.ની ચૂંટણીનો પ્રચાર કરીને
જતા અનંત પટેલની કાર પર મિલન ભંડારી અને તેના સાગરીતોએ લાકડી-પથ્થરથી હુમલો કર્યો

પહેલા
પોલીસે ફરિયાદ નહીં લેતા ધારાસભ્ય અને સમર્થકો પોલીસ મથકમાં જ બેસી ગયા

વાંસદા

વાંસદા
તાલુકાના ઉનાઇ ગામે ચરવીના પટેલ ફળિયામાં ગ્રામ પંચાયતની ચૂંટણીનો પ્રચાર કરી
ગુરૃવારે રાત્રે પરત જતા કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલની ગાડી રોકી હુમલો કરી
મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ મામલે હુમલાખોરો સામે રાયોટીંગ અને
એટ્રોસીટી એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે.

<

p class=”12News”>ઉનાઈમાં
ચરવીના પટેલ ફળિયામાં ગુરૃવારે રાત્રે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ પ્રચારમાં ગયા હતા
અને ત્યાંથી મીટીંગ પતાવી પરત ઉનાઈ જવા નીકળ્યા હતા ત્યારે મિલન નરેન્દ્રભાઈ ભંડારી
(ઉ.વ.૩૬
, રહે.
મંદિર રોડ ઉનાઈ
, તા.વાંસદા) અને તેની સાથે ૬ થી ૭ જણાએ ક્રેટા
કાર (નં.જીજે-૨૧-સીએ-૨૩૫૯) રોકી હતી અને અનંત પટેલને ગાળો આપી ગાડીના દરવાજા ખોલવાનો
પ્રયત્ન કર્યો હતો. પરંતુ દરવાજો નહીં ખુલતાં ઉશ્કેરાઇ જઈ ગાડીના પાછળના ભાગે લાકડી
અને પથ્થરથી જીવલેણ હુમલો કર્યો હતો. જેથી ગાડીનો પાછળનો કાચ તૂટી ગયો હતો. બાદમાં
મિલન ભંડારી સાથે છોટાહાથીમાં આવેલા અજાણ્યા હાથમાં હથિયાર લઈને ભાગ્યા હતા. તેઓ ધારાસભ્યને
બોલ્યા હતા કે
, ”સાલા મૂરખા, બુદ્ધિ વગરના
આદિવાસી તને કંઈ ખબર પડતી નથી
, આજે તો અમે ભેગા થઈ મારી નાખવાના
છે
”  પોલીસ સ્ટેશનમાં
પહોંચી ગયા બાદ પણ ફરિયાદ ન લેવાતા પોલીસ સ્ટેશનમાં ધારાસભ્ય અનંત પટેલ પોતાના સમર્થકો
સાથે બેસી ગયા હતા. ત્યારબાદ ૩-૩૦ કલાકે ફરિયાદ લેવાઈ હતી. દરમિયાન સોશિયલ મીડિયામાં
ધારાસભ્ય ઉપર હુમલો થયાના સમાચાર ફેલાતા તેમના સમર્થકો વાંસદા પોલીસ સ્ટેશને ભેગા થવા
લાગ્યા હતા. જેમાં વલસાડ
, ચીખલી, ડાંગ બધી
જ જગ્યાએથી સમર્થકો ઉમટી પડયા હતા. આ બનાવ અંગે વાંસદા પોલીસ મથકે ધારાસભ્યએ મિલન ભંડારી
અને અન્ય ૬ થી ૭ જણા સામે રાયોટીંગ અને એટ્રોસીટી એક્ટ હેઠળનો ગુનો નોંધાવ્યો હતો.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s