લિંબાયતની પ્રસુતાની 108 એમ્બ્યુલન્સમા પ્રસૂતિ કરાવાઇ

– હોસ્પિટલમાં
લઇ જતી વખતે દુઃખાવો વધતા રસ્તામાં જ પ્રસૂતિ કરાવતા બાળકીને જન્મ આપ્યો

         સુરત :

લિંબાયતની
મહિલાને પ્રસૃતીનો દુઃખાવો ઉપડતા
108 એમ્બ્યુલન્સમાં નવી સિવિલ હોસ્પિટલમાં લઇ જતા હતા તે વખતે  રસ્તામાં જ તેની પ્રસુતિ થઇ હતી. નવજાત બાળકીને
જન્મ કરાવ્યા બાદ માતા અને બાળકીને  સિવિલ
હોસ્પિટલમાં ખસડાયા છે.

<

p class=”12News”>નવી
સિવિલથી મળેલી વિગત મુજબ લીંબાયત મીઠીખાડી ખાતે 
રહેતી
30 વર્ષીય યાસ્મિન  સૈયદને નવ માસનો
ગર્ભ હતો. ગુરૃવારે રાતે તેને પ્રસૃતિનો 
દુખાવો થયા બાદ  આજે સવારે વધુ પીડા
ઉપડતા  પરિવારના સભ્યે
108ને જાણ કરતા યાસ્મિનને એમ્બ્યુલન્સમા નવી સિવિલ હોસ્પિટલમાં લઇ જવા
નીકળ્યા હતા. તે સમયે ઉધના ખરવરનગર  રોડ
પાસે  યાસ્મિનનો દુઃખાવો વધ્યો હતો અને
ગર્ભમાંથી નવજાત બાળકનું માથુ બહાર આવી રહ્યુ 
હતુ. જેથી પાયલોટ પંકજભાઇએ તરત એમ્બ્યુલન્સ સાઈડમાં ઉભી રાખી હતી. બાદમાં
ઇએમટી દિક્ષીતાએ પોતાની સુઝબુઝથી મહિલાની પ્રસુતિ કરાવી હતી.અને મહિલાએ એક સ્વસ્થ
બાળકીને જન્મ આપ્યો હતો. જોકે મહિલાનું લોહી વધુ વહી રહ્યુ હોવાથી માતા અને
નવજાતને સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. આ મહિલાની બીજી પ્રસૃતિ  હતી. એવુ
108ના ઓફિસર
નિકેશ લિખારે જણાવ્યુ હતુ. 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s