બેંક કર્મચારીઓની હડતાળને પગલે બીજા દિવસે મોટાભાગના ATMમાં પૈસા ખલાસ

-બેંક
કર્મચારીઓની હડતાળને એલઆઇસી કર્મચારીઓનો ટેકો
, રીશેષમાં દેખાવો કરી ગેટમિટિંગ યોજી

 સુરત,      

રાષ્ટ્રીયકૃત
બેન્ક કર્મચારીઓની હડતાળને કારણે આજે બીજે દિવસે એટીએમ ખાલી થવાની અસર જોવાઈ હતી.
બેંક ખાતેદારોને રોકડ ઉપાડની કોઈ તકલીફ નહીં પડે તે માટે ૧૬મીએ રાત્રિના જ તમામ
એટીએમ રોકડથી ફુલ કરી દેવાયાં હતાં.

બેંકના
રાષ્ટ્રીયકરણની હિલચાલના વિરોધમાં બેંક કર્મચારીઓએ બે દિવસની હડતાલ પાડી હતી
, જેમાં બેંકિંગ કામકાજ
સંપૂર્ણપણે ખોરવાયા હતાં. માત્ર ખાનગી અને સહકારી બેંકો ચાલુ રહી હતી. હડતાલને
કારણે બેંકો બંધ રહી હોવાથી રોકડની જરૃરિયાત પૂરી કરવા માટે ખાતેદારોને એટીએમ ઉપર
જ આધાર રાખવો પડયો હતો.

બેંક
ખાતેદારોને બે દિવસ દરમિયાન ખૂબ જ અગવડ પડી હતી. વેપારીઓ અને દુકાનદારોને પણ ચેકના
ભરણાં અને રિટર્ન ચેકના કલેક્શના પણ કિસ્સામાં મુશ્કેલી રહી હતી કેમ કે બેંકિંગ
કામકાજ સંપૂર્ણપણે ઠપ્પ રહ્યું હતું. જોકે
,
ઓનલાઈનની સુવિધાનો લાભ ગ્રાહકો લઈ શક્યાં હતાં.

બેંકોના
ખાનગીકરણના પ્રસ્તાવ વિરુદ્ધ સમગ્ર બેન્કિંગ ઉદ્યોગના કર્મચારીઓ હડતાળ પર જઈ રહ્યા
છે
, ત્યારે
ઓલ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ એમ્પ્લોઇઝ એસો. (એઆઇઆઇઇએ)એ હડતાળને ટેકો જાહેર કર્યો છે
અને હડતાળના સમર્થનમાં રીશેષમાં દેખાવો અને ગેટમીટિંગ યોજી હતી. નાણાંકીય
ક્ષેત્રની સાર્વજનિક સંસ્થાઓના ખાનગીકરણ વિરુદ્ધ આ અગત્યની હડતાળ છે. આ દેખાવોમાં
મહત્તમ સભ્યોએ ભાગ લીધો હતો. આવનાર એકાદ મહિનામાં એલઆઇસીના આઇપીઓ વિરુદ્ધમાં
સંઘર્ષ પણ તીવ્ર થવા જઈ રહ્યો છે
, એમ સભામાં ઉપસ્થિત સભ્યોને
સંબોધતાં અગ્રણીઓ દેવાંગ નાયક
, અશોક દેસાઇ અને ડીકે ભટ્ટે
જણાવ્યું હતું.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s