409 ગ્રામ પંચાયતના 391 સરપંચ, 2539 વોર્ડ સભ્યો માટે રવિવારે ચૂંટણી


– સુરત જિલ્લામાં 9.13 લાખ મતદારો માટે 949
મતદાન મથકો


– 94 અતિ સંવેદનશીલ અને 267 સંવેદનશીલ મતદાન મથકો સહિત
તમામ મતમથકો ઉપર
2,000 થી વધુ પોલીસનો બંદોબસ્ત  ગોઠવાશે

       સુરત

સુરત
જિલ્લાની
409 ગ્રામ પંચાયતના 391 સરપંચ અને 2539 વોર્ડના સભ્યોની આગામી રવિવારે યોજાનારી ચૂંટણીમાં 9.13 લાખ મતદારો ૯૪૯ મતદાન મથક પર જઇને મતદાન કરી શકશે. જિલ્લામાં 94 અતિ સંવેદનશીલ અને ૨૬૭ સંવેદનશીલ મતદાન મથકો તેમજ અન્ય મથકો પર 2,000 થી વધુ પોલીસ જવાનોનો બંદોબસ્ત ગોઠવાશે.

આગામી
રવિવારે સુરત જિલ્લા પંચાયતની
409 ગ્રામ પંચાયતની યોજાનારી ચૂંટણી માટે જિલ્લા કલેકટર દ્વારા તમામ
તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે. ચૂંટણીમાં ફરજ બજાવનારા પ્રિસાઇડીંગ ઓફિસરથી
લઇને સ્ટાફ મીટીંગના બે તબક્કા પણ પૂર્ણ થઇ ગયા છે. અને ટીમ પણ ફાઇનલ કરી દેવાઇ
છે. આગામી
18 મી ડિસેમ્બરને રવિવારના રોજ 407 ગ્રામ પંચાયતના 391 સરપંચ અને ૨૫૩૯ વોર્ડના સભ્યોની
ચૂંટણી થનાર છે. જેમાં
94 અતિ સંવેદનશીલ મતદાન મથકમાં
માંગરોળમાં સૌથી વધુ
41 અને ઓલપાડમાં 30 મતદાન મથકોનો સમાવેશ થાય છે. જયારે ચોર્યાસી, કામરેજ,
પલસાણા, બારડોલી, મહુવા
તાલુકામાં એક પણ મતદાન મથક અતિસંવેદનશીલની યાદીમાં નથી. જયારે
267  સંવેદનશીલ મતદાન મથકો છે.


ચૂંટણી બેલેટ પેપર થી થશે. જેમાં
9.13 લાખ મતદારો માટે 949 મતદાન મથકો પર મતદાન કરી શકશે.
આ માટે
102 ચૂંટણી અધિકારી, 102 મદદનીશ
ચુંટણી અધિકારી
, 6300 જેટલા પોલીગ સ્ટાફ અને 2000 થી વધુ પોલીસ જવાનો તૈનાત રહેશે.

સુરતમાં ગ્રામ
પંચાયતની ચૂંટણીની માહિતી

કુલ ગ્રામ પંચાયત            409

સરપંચની બેઠક               391

વોર્ડના સભ્યોની બેઠક                2539

પુરુષ મતદારો                4663197

સ્ત્રી મતદારો                  450288              

અન્ય                          09

કુલ મતદારો                  913494

મતદાન મથકો                949

 અતિ 
સંવેદનશીલ
           94

સંવેદનશીલ                   267

ચૂંટણી સ્ટાફ                   6500

પોલીસ સ્ટાફ                  2000


ચૂંટણીમાં
11 કલાક
સુધી મતદાનની પ્રકિયા ચાલશે

<

p class=”12News”>કોરોનાની
ગાઇડ લાઇનને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચ દ્વારા મતદાનની પ્રકિયા સવારે સાત
વાગ્યાથી શરૃ કરી દઇને સાંજે છ વાગ્યા સુધી
11 કલાક સુધી મતદાનની પ્રકિયા ચાલશે. આમ
એકધારી
11 કલાક મતદાન કામગીરી થવાની હોવાથી પ્રિસાઇડીંગ
ઓફિસરથી લઇને પોલીગ સ્ટાફે ભારે જહેમત ઉઠાવવી પડશે. 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s