સુરતમાં 10 વર્ષની બાળા સાથે દુષ્કર્મ કરી હત્યા કરનાર દિનેશ બૈસાણેને ફાંસીની સજાસુરત

રેરેસ્ટ ઓફ રેર કેસ ગણી હત્યાના ગુનામાં ફાંસી અને દુષ્કર્મના ગુનામાં 20 વર્ષની સખ્તકેદ ઃ બાળાના પરિવારને રૃા.15 લાખ વળતર ચૂકવવા હુકમ

ડિસેમ્બર-2020માં
પાડેસરા વિસ્તારમાં રહેતી ૧૦ વર્ષની બાળકીને વડાપાઉં ખવડાવવાની લાલચ આપી બળાત્કાર
ગુજારી હત્યા કરનાર આરોપી દિનેશ બૈસાણેને સુરતની પોક્સો કેસોની સ્પેશ્યલ કોર્ટનાં
એડીશ્નલ સેશન્સ જજ નિલેશ એ.અંજારીયાએ તમામ ગુનામાં દોષી ઠેરવી સજાના પ્રમાણ અંગે
મુલત્વી રાખેલો ચુકાદો આજે જાહેર કરી ફાંસીની સજા સંભળાવી હતી. કેસને રેરેસ્ટ ઓફ
રેર શ્રેણીનો ગણીને આરોપીને મૃત્યુદંડ
, રૃા.1 હજાર દંડ, દંડ
ન ભરે તો વધુ બે વર્ષની કેદની સજા ફટકારી છે. જ્યારે ભોગ બનેલી બાળાના પરિવારને  રૃા.15 લાખ વળતર ચૂકવવા હુકમ કર્યો છે.

પાંડેસરામાં 7 ડિસેમ્બર, 2020ના રોજ ઘર પાસે રમતી 10 વર્ષની બાળાનું વડાપાઉં ખવડાવવાની લાલચ આપી
અપહરણ કરી મૂળ મહારાષ્ટ્રના જલગાંવ અમલનેરના વતની 24 વર્ષીય આરોપી દિનેશ દશરથ
બૈસાણેએ બાળાને બીઆરસી કમ્પાઉન્ડ પાછળ ઝાડીમાં લઇ જઇ બળાત્કાર ગુજાર્યો હતો. બાળાએ
પ્રતિકાર કરી તેની આંગળી કરડી લેતા આરોપીએ બાળાના માથામાં ઇંટના 7 ઘા ઝીંકી હત્યા
કરીને  ફરાર થઇ ગયો હતો.

સીસીટીવી
ફુટેજના આધારે આરોપી દિનેશ બૈસાણેની ઝડપી લેવાયા બાદ પોલીસે 13 દિવસમાં 232 પાનાની
ચાર્જશીટ રજૂ કરી હતી. કુલ 69 પંચ-સાક્ષીઓનું લિસ્ટ રજૂ કરાયું હતું. સ્પીડી ટ્રાયલમાં
ચાર્જફ્રેમની કાર્યવાહી બાદ મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ 15 રિપીટ સાક્ષી
ડ્રોપ કરી મહત્વના 44 સાક્ષીઓની જુબાની લઇ 15 જેટલી મુદતમાં કેસ કાર્યવાહી પુર્ણ કરી
હતી.  આરોપીના ફર્ધર સ્ટેટમેન્ટ તથા સરકાર પક્ષની
દલીલો બાદ કોર્ટે તમામ ગુનામાં આરોપી દિનેશ બૈસાણેને દોષી ઠેરવ્યો હતો.

દોષી
ઠરેલા આરોપીની સજાના મુદ્દે સરકારપક્ષે આરોપી વિરુધ્ધનો કેસ રેરેસ્ટ ઓફ રેર
શ્રેણીમાં પડતો હોઈ ફાંસીની સજા માટે માંગ કરી હતી. જ્યારે આરોપીના બચાવપક્ષે
આરોપીની નાની વય
,માતા-પિતાની જવાબદારીને ધ્યાને લઈને સજામાં રહેમ રાખવા માંગ કરી હતી. બંને
પક્ષોની દલીલો બાદ કોર્ટે મુલતવી રાખેલો ચુકાદો આજે ઉઘડતી કોર્ટે જાહેર કર્યો હતો
અને આરોપીને હત્યાના ગુનામાં ફાંસીની સજા અને દંડ ફટકારતો હુકમ કર્યો હતો.

દોષી ઠરેલા
દિનેશ બૈસાણેને ક્યા ગુનામાં કેટલી સજા

ઈપીકો-302-હત્યાના ગુનામાં મૃત્યુદંડની સજા,ગળામાં ફાંસો નાખી તે મૃત્યુ ન પામે ત્યાં સુધી લટકાવવાની સજા,રૃ.1 હજાર દંડ અને દંડ ન ભરે તો વધુ બે વર્ષની કેદ

ઈપીકો-376(એબી)-20 વર્ષની સખ્તકેદ,2 હજાર દંડ,ન ભરે તો વધુ એક વર્ષની કેદ

ઈપીકો-363-અપહરણના ગુનામાં સાત વર્ષની
સખ્તકેદ
,૨હજાર દંડ,ન ભરે તો વધુ એક
વર્ષની કેદ

ઈપીકો-341-એક મહીનાની કેદ,500 દંડ,ન ભરે તો વધઉ એક મહીનાની કેદ

ભારતીય દંડ સંહિતા હેઠળના ગુનામાં મહત્તમ
સજા કરી હોવાથી કોર્ટે પોક્સો એક્ટના ભંગબદલ અલાયદી સજા કરી નથી.


બાળાના
શરીર પર નાની-મોટી 47 ઇજા મળી હતી


તા.7-12-2020 ના રોજ ઘટના બની.

પોસ્ટમોર્ટમમાં બાળકીના શરીરે નાની-મોટી
કુલ 47 ઇજા મળી હતી.

નજરે જોનાર કુલ 3 સાક્ષીએ આરોપીને ઓળખ
પરેડમાં ઓળકી બતાવ્યો હતો.

એક મહત્વના સાક્ષીનું કોર્ટ સમક્ષ
સીઆરપીસી-164 મુજબ નિવેદન લેવાયું હતું.

પંચોની હાજરીમાં આરોપીને સાથે રાખી ઘટનાનું
રીકન્ટ્રકશન કરાયું હતું.

વિડીયો ફુટેજ સાથે ગેટ એનાલીસીસ કરી
એફએસએલનો અભિપ્રાય લેવાયો હતો.

કુલ 21 સ્વતંત્ર સાક્ષીના નિવેદન લેવાયા
હતા.

તા. 16-12-2021 ના રોજ ચુકાદામાં આરોપીને ફાંસીની સજા કરાઇ.


આરોપીનું
કૃત્ય અધમ
, પિશાચી, જંગલી અને અતિ ઘાતકી જણાય છે

સમાજનો
અંતરાત્મા દિગ્મૂઢ થઇ જાય ત્યારે કોર્ટે આવા ગુનામાં દેહાંત દંડની સજા તરફ ઝુકવું જોઈએ
ઃ કોર્ટ

આરોપી દિનેશ
ઇંટના ટુકડા બાળાના માથામાં એવી રીતે માર્યા જાણે દરમાંથી નીકળેલું જીવડું હોય
, પસ્તાવાના કોઇ ભાવ
પ્રદર્શિત કર્યા નથી

(પ્રતિનિધિ દ્વારા)       સુરત,ગુરુવાર

પોકસો
કેસોની સ્પેશયલ કોર્ટના જજ નિલેશ એ.અંજારીયાએ પોતાના 185 પાનાના ચુકાદામાં
જણાવ્યું હતું કે આરોપી સામે જે અપરાધ સાબિત થયો છે તે અસામાન્ય અને ભયંકર હોઈ
કડકમાં કડક સજા કરવી આવશ્યક છે. સજા ઓછી કરતા પરિબળોના પલડા કરતા સજા ગભીર કરતાં
પરિબળોનું પલડું ભારી જણાય છે. આરોપીનું માનસ સુધારી શકાય નહીં તે રીતનું બગડી
ગયું હોય ભવિષ્યમાં સુધરી શકે તેવી 
અપેક્ષા વ્યર્થ છે.

કોર્ટે
સુપ્રિમ કોર્ટે મો.મન્ન ઉર્ફે અબ્દુલ મન્ન વિ.બિહાર રાજ્યના ચુકાદાના તારણને
ટાંક્યું હતુ. ગુનો ઘાતકી
,
શૈતાની સામાજિક મર્યાદા લાંઘતો અને હીચકારો હોય તે વખતે આવા ગુનાના
કારણે સમાજમાં અતિ ગુસ્સો અને નારાજગી પ્રવર્તે તે સ્વાભાવિક છે. જ્યારે સમાજનો
અંતરાત્મા સંયુક્ત રીતે દિગ્મૂઢ થઈ જાય ત્યારે કોર્ટે આવા કિસ્સામાં મૃત્યુદંડની
સજા તરફ ઝુકવું જોઈએ.

કોર્ટે
આરોપીના ગુનાઈત નિર્લજ્જ વર્તનને પણ ધ્યાને લીધું છે.આરોપીએ બનાવના દિવસે પોતાની
માતાની આંખની સારવાર માટે હોસ્પિટલ લઈ જવાનો હતો તેવું તેના મિત્રએ પોતાની
જુબાનીમાં જણાવ્યું હતુ. પરંતુ આરોપીએ પોતાની માતાને તબીબી સારવાર માટે લઈ જવાને
બદલે ભોગ બનનાર બાળકીને પોતાની હવસ સંતોષવા લઈ જઈને ભયંકર ગુનો આચર્યો છે.

મૃત્ત
બાળકીની લાશને કીડી મંકોડાના આસરે છોડીને આરોપી જાણે કે મેળામાં ફરીને પરત આવ્યો
હોય તેમ લોહીના ધબ્બાવાળા કપડા સાથે નિર્લજ્જતાથી ઘરે પરત ફરે છે. તેના મિત્રએ
લોહીના ધબ્બા વિશે પુછતાં રીક્ષાવાળા સાથે મારામારી થઈ હતી એવું આરોપી
હિમ્મતપુર્વક ખોટું બોલીને જાણે કંઈ જ બન્યું ન હોય તેવું વર્તન કરે છે. આરોપીએ
ચાલુ કેસ કાર્યવાહી દરમિયાન પણ પોતાને પસ્તાવો થઈ હોય તેવો કોઈ ભાવ પ્રદર્શિત
કર્યો નથી.

કોર્ટે
વધુમાં જણાવ્યું હતું કે આરોપીની હવસનો શિકાર બનેલી બાળકીએ થોડો ઘણી બચાવની કોશિષ
કરે છે તે સમયે આરોપીના મગજ પર પિશાચ સવાર થાય છે. આરોપીએ ત્યાં પડેલા ઈંટના ટુકડા
ભોગ બનનાર બાળકીના માથામાં એવી રીતે મારે છે કે જાણે દરમાંથી નીકળેલું જીવડું ન
હોય. આરોપીનું કૃત્ય અધમ
,
પિશાચી, જંગલી અને અતિ ઘાતકી જણાતું હોય આજીવન
કેદની સજા પુરતી છે તેવું બિલકુલ કહી શકાય તેમ નથી.

<

p class=”MsoNormal”>

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s