બેંકોના 8000થી વધુ કર્મચારીઓ હડતાળમાં જોડાતા 700 કરોડથી વધુનું ક્લિયરીંગ ઠપ

-સુરતમાં રાષ્ટ્રીયકૃત બેંકોની 350 શાખામાં તમામ કામકાજ
બંધઃ ખાનગીકરણના વિરોધમાં કર્મચારીઓએ એકત્ર થઇ ભારે
સૂત્રોચ્ચાર કર્યાસૂત્રોચ્ચાર કર્યા

સુરત,

સંસદના
શિયાળુ સત્રમાં ખાનગીકરણ અંગેનું બિલ રજૂ નહીં કરવાની બાંહેધરી ટ્રેડ યુનિયનને નહીં
આપવામાં આવતાં
, રાષ્ટ્રીયકૃત બેંકોના અધિકારી- કર્મચારીઓએ હડતાલ પાડી હતી. આજની આ પ્રતિક હડતાલમાં
રાષ્ટ્રીયકૃત બેંકોની
350 
શાખાઓના કર્મચારીઓ જોડાયાં હતાં.

બેંકના
ખાતેદારોને અગવડ નહિ પડે તે માટે ગુરુવાર અને શુક્રવાર ના રોજ પ્રતિક હડતાલ
પડવાનું ઠરાવવામાં આવ્યું હતું. જોકે બેંક કર્મચારીઓની હડતાળને કારણે સુરતના
વેપાર- ઉદ્યોગજગતનું રુ.
700-750 કરોડનું ક્લિયરિંગ ખોરવાયું હોવાનું માનવામાં આવે છે. સુરતનું દૈનિક
ક્લિયરિંગ
700થી 1200 કરોડ વચ્ચેનું છે,
એમ સૂત્રોએ વાતચીતમાં કહ્યું હતું.

દેખાવો
અને સૂત્રોરચાર કરવાની પરવાનગી પોલીસ તરફથી મળી નહીં હોવાને કારણે
, બેંક કર્મચારીઓએ
બીઓબીના કેમ્પસમાં આજે મોટાં પાયે દેખાવો અને સૂત્રોચ્ચાર કર્યા હતાં. સૂત્રોચ્ચારના
કાર્યક્રમમાં
400થી વધુ કર્મચારીઓ અધિકારીઓ સામેલ થયા હતાં.
રાષ્ટ્રીયકૃત બેંકોના
8000થી વધુ કર્મચારીઓની પ્રતીક હડતાલને
કારણે રોજીંદુ ક્લિયરિંગ થઈ શક્યું નહોતું. પરંતુ ખાનગી અને સહકારી બેંકો ચાલુ રહી
હોવાને કારણે થોડુંક ક્લિયરિંગ થયું હતું. જોકે
,
ક્લિયરિંગની ટકાવારી
5 ટકા હોવાનો અંદાજ છે.

પ્રાયોરિટી સેક્ટર માટે એડવાન્સ 15 ટકા ફરજિયાત છે,
ખાનગી બેંકો માટે આ નિયમ નથી

1969 પહેલાં ખેત ધિરાણ બેંકોના ધિરાણના લગભગ અડધા ટકા જેટલું હતું. અત્યારે તે
6 ટકા છે. પ્રાયોરીટી સેકટર માટે એડવાન્સ 15 ટકા અત્યારે ફરજીયાત છે. પરંતુ ખાનગી બેંકોને આ નિયમ લાગુ નથી. સરકારના
મોટા માળખાકીય ધિરાણ રાષ્ટ્રીયકૃત બેંકોના છે. ખાનગી બેંકો આ ધિરાણ નથી કરતી. 
2014ની સાલ પછી બેંકોનો
ડૂબત લેણાંની જોગવાય
12.38 લાખ કરોડની થયેલ છે. છેલ્લાં 3 માસમાં બેંકોનો નફો રુ .50 હજાર કરોડ થયેલ છે,
તેમાંથી 33 હજાર કરોડની જોગવાય કરેલ છે.

<

p class=”20gB”> 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s