16.43 કરોડના ડાયમંડ મીસ ડેકલેરેશન પ્રકરણમાં માસ્ટર માઈન્ડની તલાશસુરત

સચીન સેઝના કેરોલીના ટ્રેડીંગ પ્રા.લી.ના સંચાલકોની ધરપકડ બાદ હોંગકોંગના શખ્સ અને વ્હોટ્સએપ ગુ્રપના મેમ્બરો અંગે રહસ્ય

સચીન
એસઈઝેડ યુનિટ મે.કેરોલીના ટ્રેડીંગ પ્રા.લિ.ના તથાકથિત સંચાલકોએ હોંગકોંગના બેનામી
શખ્શની સુચનાથી મીસડેકલરેશન કરીને આચરવામાં આવેલા કુલ રૃા.16.43 કરોડના ડાયમંડ સ્મગલીંગ-મની
લોન્ડ્રીંગ કેસમાં સુરત ડીઆરઆઈએ હજુ હોંગકોંગના માસ્ટર માઈન્ડ સહિત અન્ય મોટા માથાની
તલાશ જારી રાખી છે.

સુરત ડીઆરઆઈની
ટીમે તા.9મી ડીસેમ્બરે સચીનના સ્પેશ્યલ ઈકોનોમિક ઝોનમાં આવેલા મે.કેરોલીના ટ્રેડીંગ
પ્રા.લિ.ના સંચાલક રાકેશ રામપુરીયાને સેઝ યુનિટ બહાર રૃ.1.50 કરોડની કિંમતના આયાતી
હીરા સાથે ઝડપી પાડયો હતો. ઉંડી તપાસમાં ડાયમંડ સ્મગ્લીંગ અને મની લોન્ડરીંગનો પર્દાફાશ
થયો હતો. કેરોલીના ટ્રેડીંગના સંચાલકો  રાકેશ
રામપુરીયાએ હોંગકોંગના અજાણ્યા શખ્શની વ્હેટસએપ ગુ્રપમાં મળેલી સુચનાથી મીસડીકલેરેશન
કરીને ડાયમંડની આયાત- નિકાસના નામે કુલ રૃ.16.43 કરોડના ડાયમંડ સ્મગલીંગ-મની લોન્ડરીંગ
કર્યું હતુ. ડીઆરઆઈએ સંચાલકો રાકેશ રામપુરીયા
, સાગર શાહ તથા માત્ર કાગળ પર સંચાલક વિકાસ ચોપરાની
ધરપકડ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે. જ્યારે કાગળ પરના અન્ય ડીરેકટર વિશાલ સોનીની
ધરપકડ હજુ થઇ નથી.

રાકેશ
રામપુરીયાએ હોંગકોંગના શખ્સની સુચનાથી 6 કન્સાઈમેન્ટમાં અંદાજે રૃા.16.43 કરોડના
કટ એન્ડ પોલીશ્ડ ડાયમંડ બહાર મોકલ્યા હોવાથી 7.5 ટકા રૃા.1.23 કરોડની ડયુટીચોરી
ચુકવવા પાત્ર થાય છે. દરમિયાન હોંગકોંગના શખ્સના નામઠામ
, વ્હોટ્સએપ ગુ્રપના
અન્ય મેમ્બરો અંગે રહસ્ય ઘૂંટાઇ રહ્યું છે. પડદા પાછળ એકથી વધુ કલાકારો હોવાની
સંભાવના નકારી શકાય તેમ નથી. આ પ્રકરણમાં સ્થાનિક સ્તરે જે વેપારીઓએ ઓરીજનલ ડાયમંડ
ડયૂટી ભર્યા વિનાના ખરીદયા હોવાની સંભાવના છે. જેથી ડીઆરઆઈની ટીમ સ્થાનિક વેપારીઓ
તથા હોંગકોંગના શખ્સ વચ્ચેના નેટવર્કને ઉકેલવાની દિશામાં આગળ વધી રહી હોવાની વિગતો
સાંપડી છે.

અત્રે
નોંધનીય છે કે અગાઉ પણ ડાયમંડ મીસડેકરેશન કેસમાં મીત કાછડીયા નામનો શખ્સના આગોતરા
જામીન નામંજુર થયા પછી પણ કસ્ટમ વિભાગના હાથમાં આવ્યો નથી.

<

p class=”MsoNormal”> 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s