મજૂરાગેટના નિર્મલ ભવન નજીક સ્પાની આડમાં ધમધમતું કૂટણખાનું


– સ્પા માલિક, ગ્રાહક અને ત્રણ બંગાળી સહિત ચાર યુવતી વિરૂધ્ધ કાર્યવાહીઃ ગ્રાહક દીઠ રૂ. 1500 વસુલી યુવતીઓને રૂ. 500 ચુકવતા હતા

સુરત
રીંગરોડ મજૂરા ગેટ સ્થિત નિર્મલ ભવન નજીક ઇ કોમ્પ્લેક્ષમાં સ્પા સેન્ટરના નામે ધમધમતા કૂટણખાના પર દરોડા પાડી અઠવાલાઇન્સ પોલીસે સ્પા માલિક અને ગ્રાહક તથા ત્રણ બંગાળી સહિત ચાર યુવતીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અઠવાલાઇન્સ પોલીસે બાતમીના આધારે રીંગરોડના મજૂરા ગેટ સ્થિત નિર્મલ ભવન નજીક ઇ કોમ્પ્લેક્ષની દુકાન નં. 5 માં સ્પા સેન્ટરમાં દરોડા પાડયા હતા. સ્પાના નામે ચાલતા કૂટણખાનામાંથી સ્પા માલિક શંકર રમેશ શાહુ (ઉ.વ. 20) ને ઝડપી પાડી તેની પાસેથી રોકડા રૂ. 1500 કબ્જે લીધા હતા. જયારે ગ્રાહક ગણેશ કિશન (ઉ.વ. 24 રહે. રવિભાઇના મકાનમાં, ભરવાડની ચાલી, ઝઘડીયા ચોક્ડી, પાલનપુર જકાતનાકા) ને બંગાળી યુવતી સાથે કંઢગી હાલતમાં ઝડપી પાડયો હતો.

પોલીસે સ્પા માલિક અને ગ્રાહક ઉપરાંત દેહવિક્રયનો ધંધો કરતી ત્રણ બંગાળી સહિત ચાર યુવતીને ઝડપી પાડી હતી. ઉલ્લેખનીય છે કે એકાદ મહિનાથી સ્પાની આડમાં ધમધમતા કૂટણખાનામાં બે બેડરૂમ બનાવવામાં આવ્યા હતા અને ગ્રાહકદીઠ રૂ. 1500 ની વસુલાત કરી યુવતીઓને રૂ. 500 ચુકવવામાં આવતા હતા.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s