બાળા સાથે દુષ્કર્મ બાદ ઇંટ મારી હત્યા કરનાર દિનેશ બૈસાણેને આજે સજા સંભળાવાશેસુરત

સરકારપક્ષે રેરેસ્ટ ઓફ રેર કેસ ગણી ફાંસીની સજાની માંગ કરી છેઃ બચાવપક્ષે વય, માતા-પિતાની જવાબદારી જોઇ રહેમની ભીખ માંગી છે

ડીસેમ્બર-2020 દરમિયાન પાંડેસરા વિસ્તારની દસ વર્ષીય બાળકી પર દુષ્કર્મ આચરી ઈંટના ઘા મારી હત્યા
કરનાર આરોપી દિનેશ બૈસાણેને ગઈ તા.11મી ડીસેમ્બરના રોજ એડીશ્નલ સેશન્સ જજ
એ.એન.અંજારીયાએ તમામ ગુનામાં દોષી ઠેરવી તા.16મી ડીસેમ્બરના રોજ સજાનો મુલત્વી
રાખેલો સંભવિત ચુકાદો આજે જાહેર કરશે.

સુરતના પાંડેસરા
વિસ્તારમાં તા.7 મી ડીસેમ્બર 2020ના રોજ પોતાના સંબંધીના ઘર પાસે એકલી રમતી દસ વર્ષની
બાળકીને બદકામના ઈરાદે આરોપી દિનેશ દશરથ બૈસાણે વડાપાઉં ખવડાવવાની લાલચ આપીને ઉધના
બીઆરસી કમ્પાઉન્ડની ઝાડીમાં લઈ ગયો હતો. જ્યારે આરોપીએ દુષ્કર્મ આચરતા ભોગ બનનાર બાળકીએ
પ્રતિકાર કરીને પોતાના મોં પર આરોપીએ મુકેલા હાથની જમણાં હાથની આંગળી કરડી ખાધી હતી.જેથી
ઉશ્કેરાઈને આરોપીએ તેના માથા પર ઈંટના સાત જેટલા ઘા મારીને તેની હત્યા કરી નાસી છુટયો
હતો. પોક્સો એક્ટના ભંગના ગુનામાં આરોપી દિનેશ બૈસાણેની વિરુધ્ધ સુરત પોલીસે 15 દિવસમાં 232 પાનાની ચાર્જશીટ રજુ કરી હતી. ચાર્જફ્રેમ કરીને મહત્વના 45 જેટલા પંચ સાક્ષીઓની
જુબાની લઈને કેસ કાર્યવાહી પુર્ણ કરાઇ હતી. તા.11મી ડીસેમ્બરના રોજ કોર્ટે આરોપી દિનેશ
બૈસાણેને તમામ ગુનામાં દોષી ઠેરવી સજાના મુદ્દે સરકારપક્ષ તથા બચાવપક્ષની દલીલો સાંભળીને
સજાનો હુકમ તા.16 ડીસેમ્બર સુધી અનામત રાખ્યો હતો. જેથી સંભવતઃ કાલે ઉઘડતી કોર્ટના
સમય કે કોર્ટ રિસેશના સમયગાળા દરમિયાન દોષી ઠરેલા દિનેશ બૈસાણેને કોર્ટ સજા સંભળાવશે.

<

p class=”MsoNormal”> 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s