નવસારીની મહિલાના અંગ દાનથી સાત વ્યક્તિને નવું જીવન મળ્યું, મહિલાનું હૃદય અમરેલીની વિદ્યાર્થીનીમાં ધબકતું થયું


– સુરતની હોસ્પિટલથી અમદાવાદનું ૨૭૭ કિ.મીનું અંતર ૧૦૦ મીનીટમાં કાપીને હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ અમરેલીની ૧૭ વર્ષીય વિદ્યાર્થીનીમાં

– મુંબઈનું ૨૯૫ કિ.મીનું અંતર ૧૧૦ મીનીટમાં કાપીને ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ મુંબઈમાં રહેતા ૫૬ વર્ષીય મહિલામાં મુંબઈ ખાતેની હોસ્પિટલમાં કરવામાં આવ્યું

(પ્રતિનિધિ દ્વારા) સુરત ગુરૂવાર

નવસારીમાં અકસ્માત થયા બાદ કોળી પટેલ સમાજની બ્રેઈનડેડ મહિલાના પરિવારે હૃદય, ફેફસાં, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી સાત વ્યક્તિઓને નવજીવન બક્ષીને માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી હતી.

નવસારીના જલાલપોર તાલુકાના ભીનારગામમાં રાજપૂત ફળીયામા રહેતા અને નવસારીની ખાનગી હોસ્પિટલમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા 43 વર્ષીય જીજ્ઞેશભાઈ પટેલ ગત તા. 12મીએ તેમની પત્ની આસ્તિકા (ઉ – વ -43 ) સાથે મોટરસાઈકલ ઉપર પોતાના ઘરે થી તેમના સંબંધીને મળવા નવસારી જતા હતા. ત્યારે નવસારી રોડ ભીનાર પાસે રેલ્વે બ્રીજ ઉતરતા સાગડા પાસે તેમની પત્ની આસ્તિકા અકસ્માતે મોટરસાયકલ પરથી નીચે પડી જતા માથામાં ગંભીર ઈજા થતા બેભાન થઇ ગયા હતા. તેમને તાકીદે નવસારીમાં હોસ્પિટલમાં દાખલ કરી સારવાર શરૂ કરતા સીટી સ્કેનમા કરતા તેમને બ્રેઈન હેમરેજ હોવાનું નિદાન થયું હતું.

બાદ વધુ સારવાર તેને સુરતની ખાનગી હોસ્પીટલમાં દાખલ કરી સારવાર શરુ કરી હતી. ત્યાં ગત તા. ૧૪મીએ સુરતની ખાનગી હોસ્પિટલના ડોકટરોએ આસ્તિકાને બ્રેનડેડ જાહેર કર્યા હતા. જેથી આ અંગે ડોનેટ લાઈફની ટીમને જાણ થતા હોસ્પિટલ પહોંચી આસ્તિકાના પરિવારજનોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી હતી.

જ્યારે ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટી ચક્ષુબેંકે સ્વીકાર્યું હતુ. બાદમાં દાનમાં મેળવવામાં આવેલી બંને કિડની પૈકી એક બોટાદમા રહેતા ૩૨ વર્ષીય મહિલામાં અને બીજી કિડનીનું મહેસાણાની રહેતા ૨૫ વર્ષીય મહિલામાં તથા લિવરનું પાલીતાણાના રહેતા ૪૫ વર્ષીય વ્યક્તિમાં અમદાવાદની હોસ્પિટલના ટ્રાન્સપ્લાન્ટ કરાવવામાં આવ્યું છે.

જ્યારે હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ અમરેલીમાં રહેતી ૧૭ વર્ષીય વિદ્યાર્થીનીમાં અમદાવાદની પ્રાઇવેટ હોસ્પિટલમાં કરવામાં આવ્યું છે. આ વિદ્યાર્થીનીને કોરોનાની બીજી વેવ પછી કોરોના થયો હતો અને ત્યાર પછી તેનું હૃદય નબળું પડી ગયું હતું. તેના હૃદયનું પમ્પીંગ ૧૨ ટકા થઇ ગયું હતું. છેલ્લા એક મહિનાથી તે હોસ્પિટલમાં દાખલ હતી.  ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ મુંબઈની રહેવાસી ૫૬ વર્ષીય મહિલામાં મુંબઈની ખાનગી હોસ્પિટલમાં કરવામાં આવ્યું છે. આ મહિલાના ફેફસાં કઠણ (પલ્મોનરી ફાઇબ્રોસિસ) થઇ જવાને કારણે તેને એન્ડ સ્ટેજ લંગ્સ ડીસીઝ હતો અને તે આર્ટીફીશીયલ લંગ્સ ઉપર હતી.

ગુજરાતમાંથી હૃદયદાનની આ પંચાવનમી અને ફેફસાંના દાનની સત્તરમી ઘટના છે. જેમાં સુરતમાંથી ડોનેટ લાઈફ દ્વારા ઓગણચાલીસ હૃદય અને ૧૩ જોડ ફેફસા દાન કરાવવામાં આવ્યા છે. તેમનો પુત્ર વંદન નવસારીની શાળામાં ધોરણ-૧૦ માં અભ્યાસ કરે છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s