કાર ચલાવવાનો શોખ પૂરો કરવા ફોટોગ્રાફરે ડિલરને ત્યાં રિપેરીંગમાં આવેલી કાર ચોરી

– ગાર્ડ ફોન પર વાત કરતો હતો ત્યારે કેબીનમાંથી ચાવી ચોરી કાર લઈ ભાગતી વેળા અકસ્માત પણ કર્યો

– વાહનચેકિંગ વેળા ઓલપાડમાં પકડાયો

સુરત, : સુરતના ઉધના પટેલનગર સમિતિ સ્કૂલ પાસે આવેલા ઓટો ડીલરને ત્યાં રીપેરીંગ માટે આવેલી રૂ.4 લાખની કિંમતની કાર ચોરી ભાગેલા ઉધનાના યુવાન ફોટોગ્રાફરને ઓલપાડ પોલીસે વાહન ચેકીંગ દરમિયાન શંકાના આધારે ઝડપી લીધો હતો. યુવાને કાર ચલાવવાનો શોખ પૂરો કરવા કાર ચોર્યાની કબૂલાત પોલીસ સમક્ષ કરી હતી.

ઉધના પટેલનગર સમિતિ સ્કૂલ પાસે આવેલા ઓટો ડીલર પ્રમુખ ઓટોમેટીવ પ્રા. લી. માં ગત બીજીના રોજ ધનજીભાઈ ખોડાભાઈ પટેલે તેમની કાર ( નં.જીજે-05-આરએલ-3759 ) રીપેરીંગ માટે મૂકી હતી. ગત શનિવારે બપોરે 3.30 ના અરસામાં સિક્યુરીટી ગાર્ડ શ્રીપાલ પાલ ફોન પર વાત કરતો હતો ત્યારે એક યુવાન તેની નજર ચૂકવી સિક્યુરીટી કેબીનમાંથી કારની ચાવી ચોરી કાર લઈ ભાગ્યો હતો. જોકે, ભાગવાની ઉતાવળમાં તેણે કાર રિવર્સ લેતી વખતે ત્યાં પાર્ક કરેલી બીજી કારને ટક્કર મારી નુકશાન કર્યું હતું. સિક્યુરીટી ગાર્ડે આ અંગે જનરલ મેનેજર હીમાંશુ અનિલકુમાર શાહ ( ઉ.વ.43, રહે.મકાન નં.1305, હવેલી મહોલ્લો, ગણદેવી, જી.નવસારી ) ને જાણ કરતા તેમણે સ્ટાફ સાથે મળી કારની શોધખોળ કરી હતી પણ કાર મળી નહોતી.

જોકે, સાંજે કાર માલિક ધનજીભાઈએ ઓટો ડીલરની ઓફિસમાં ફોન કરી જાણ કરી હતી કે ઓલપાડ પોલીસે વાહન ચેંકીગ દરમિયાન તેમની કાર સાથે જયકુમાર સુધીરભાઇ મોઢ ( ઉ.વ.27, રહે.પ્લોટ નં.115, નારાયણકુટીર એપાર્ટમેન્ટ, ગાયત્રીનગર-2, ઉધના, સુરત ) ને શંકાના આધારે ઝડપી લીધો હતો. વ્યવસાયે ફોટોગ્રાફર જયની પોલીસે પુછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે તેને કાર ફેરવવાનો શોખ છે અને તે પૂરો કરવા કાર ચોરી હતી. કાર ચોરી ભાગતી વેળા ગીયર બદલવામાં ગફલત કરતા તેણે અન્ય કારને ટક્કર મારી હતી. ઉધના પોલીસે જય વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s