સુરતમાં 65થી વધુ કોરોના દર્દીના સેમ્પલ જીનોમ સિકવેન્સીગ ટેસ્ટ માટે મોકલાયા


– ઓમિક્રોન વોરિયન્ટ
હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે

– સિવિલ
હોસ્પિટલમાંથી
26 અને સ્મીમેરમાંથી 36 દર્દીના સેમ્પલ લેબોરેટરીમાં મોકલાયા
: સાવચેતીના ભાગરૃપે તંત્ર દ્વારા કાર્યવાહી

         સુરત :

 વિશ્વમાં હાહાકાર મચાવનાર ઓમિક્રોન વોરિયન્ટના
ગુજરાતમાં પણ
3 કેસ મળી આવ્યા છે તો બીજીતરફ 
સુરત સિટીમાં છેલ્લા
45
દિવસથી કોરોના કેસ વધી રહ્યા છે. તેવા સમયે 
સાવચેતીના ભાગરૃપે અને કયો વેરીએન્ટ 
છે તે જાણવા માટે સિટીમાં ગત દિવસોમાં કોરોના પોઝિટિવ આવેલા
65થી વઘુ દર્દીના સેમ્પલ જીનોમ સિકવેન્સીગ ટેસ્ટ માટે લેબોરેટરીમાં
મોકલાવમાં આવ્યા છે.

 સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના અધિકારી
ડૉ.આશિષ નાયકે કહ્યું કે
,
સરકારની સૂચના અને કોરોનામાં ક્યો વોરીઅન્ટ છે તે જાણવા માટે કોરોના
પોઝિટિવ તમામ દર્દીના સેમ્પલ જીનોમ સિકવેન્સીગ ટેસ્ટ માટે પુના અને અમદાવાદની
લેબોરેટરીમાં મોકલવામાં આવી રહ્યા છે. ગત દિવસોમાં સિટીમાં કોરોના પોઝિટિવ આવેલા
૬૫થી વધુ દર્દીના સેમ્પલ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. જેમાં સ્મીમેર
હોસ્પિટલમાંથી ૩૬ અને નવી સિવિલ હોસ્પિટલમાંથી ૨૬ દર્દીના સેમ્પલ મોકલાયા છે.

વિદેશથી
આવેલા લોકોના સંપર્કમાં કોણ આવ્યુ છે
?
એ ડાયરેક્ટ જાણ થતી નથી, તેથી સાવચેતની
ભાગરૃપે તમામના સેમ્પલ મોકલવામાં આવે છે. નોંધનીય છે કે
, ઓમિક્રોન
વોરિયન્ટના લીધે સ્મીમેર હોસ્પિટલમાં અને સિવિલની સ્ટેમસેલ બિલ્ડિંગના વિવિધ
માળે  બેડની વ્યવસ્થા કરવામાં આવી છે અને
ત્યાં વેન્ટિલેટર સહિત જરૃરી સાધનો ઉપલબ્ધ કરવામાં આવી રહ્યા છે.

 

જીનોમ
સિકવેન્સીગ એક પ્રકારની વાયરસનો બાયોડેટા 
છે

<

p class=”12News”>કોરોના
નવા વેરીએન્ટ ઓમિક્રોનની ઓળખ માટે જીનોમ સિકવેન્સીંગ ટેસ્ટ સૌથી વધુ ચર્ચામાં
છે.તેની તપાસની રીત જટીલ છે.જેમાં સમય પણ વધારે લાગે છે. ડૉકટરના કહેવા પ્રમાણે
જીનોમ સિકવેન્સીંગ એક પ્રકારના વાયરસનો બાયોડેટા હોય છે.કોઇ પણ વાયરસમાં ડી.એન.એ
અને આર.એન.એ જેવા ઘણા તત્વો હોય છે. જીનોમ સિકવેન્સીગ દ્વારા તેની તપાસ કરવામાં
આવે છે કે વાઇરસ કેવી રીતે બન્યો અને તેમા શું અલગ છે. જીનોમ સિકવેન્સીગ દ્વારા એ
સમજવાની કોશિષ કરવામાં આવે છે કે
,
વાયરસમાં મ્યુટેશન કયાં થયુ છેમ્યુટેશન કોરોના વાયરસના સ્પાઇક
પ્રોટીનમાં હોય  તો એ વધારે આક્રમક હોય છે.
જે રીતે ઓમિક્રોનના વિષયમાં કહેવામાં આવે છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s