અમરોલીમાં ફ્રી વેક્શિનેશન સેન્ટરમાં ધમકી: તું મને ઓળખતો નથી, હું ભરથાણા ગામનો ડોન છું, તારૂ મર્ડર કરી નાંખીશ

– લાઇન તોડી આગળ નહીં આવવા કહેનાર કારખાનેદારને ગાળો આપી, પોલીસ આવતા ભરથાણાના ચારેય ભાગ્ચા

સુરત
અમરોલીના અંજની ઇન્ડસ્ટ્રીઝના ટેક્સટાઇલ કારખાનેદારની ઓફિસમાં ચાલી રહેલા ફ્રી વેક્શિનેશન સેન્ટરમાં લાઇનમાં ઉભા રહેવા બાબતે ઠપકો આપનાર કારખાનેદારને તું મને ઓળખતો નથી, હું ભરથાણા ગામનો ડોન છું, તારૂ મર્ડર કરી નાંખીશ તો ખબર પણ નહીં પડે તેવી ધમકી આપતા મામલો અમરોલી પોલીસમાં પહોંચ્યો છે.
અમરોલીના અંજની ઇન્ડસ્ટ્રીઝ વિભાગ 2 માં ટેક્સટાઇલનું કારખાનેદાર વિજય રામજી માગુંકીયા (ઉ.વ. 37 રહે. એ 802, લિબર્ટી લિવીંગ રેસીડન્સી, મોટા વરાછા) એ ગત ઓગસ્ટ મહિનાથી પોતાની ઓફિસમાં કોરોનાની ફ્રી વેક્સિનેશન સેન્ટર શરૂ કર્યુ છે. ગત રોજ વેક્શિનેશનની કામગીરી ચાલી રહી હતી ત્યારે પેરીશ, રાકેશ અને ગોપાલ લાઇન તોડી આગળ આવતા હોવાથી વિજયે ઠપકો આપ્યો હતો. જેથી ઉશકેરાય ગયેલા પેરીશે વિજય સાથે ઝપાઝપી કરી ગાળો આપી હતી. ત્યાર બાદ પેરીશે ફોન કરતા સુનીલ નામનો એક યુવાન ઘસી આવ્યો હતો અને વિજયને ધમકી આપતા કહ્યું હતું કે તું મને ઓળખતો નથી, હું ભરથાણા ગામનો ડોન સુનીલભાઇ છું, તારૂ મર્ડર કરી નાંખીશ તો ખબર પણ નહીં પડે તેવી ધમકી આપી હતી. જો કે વિજયે કંટ્રોલ રૂમમાં ફોન કરતા તુરંત જ અમરોલી પોલીસ ઘસી આવતા ભરથાણા ગામના ચારેય માથાભારે ભાગી ગયા હતા.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s