મિલકત ભાડે લઇ ઉઠમણાંના કિસ્સામાં મિલકતદાર વિરુધ્ધ પણ પગલા ભરાશે

-ટેક્સટાઇલ ઉદ્યોગના
જુદા-જુદા સંગઠનો સાથે પોલીસની બેઠકઃ ઉદ્યોગકારોને રેફરન્સ મેળવી તથા પૂરતી ચકાસણી
કરીને ધંધો કરવા  હિમાયત

સુરત

વેપાર
ઉદ્યોગ જગતમાં આથક ગુનાઓ તથા ઉઠમણાંઓ કરીને કોઈ ભાગી જશે તો તેને છોડવામાં નહીં
આવે. ઉઠમણાઓની ફરિયાદ લેવામાં નહીં આવતી હોય તો
, એસો. મારફત અમારી
સમક્ષ રજૂઆત કરો. અમે તેનું નિરાકરણ લાવીશું એવી ખાતરી શહેર પોલીસે
વેપાર-ઉદ્યોગકારોને આપી હતી.

આથક
ગુનાઓ અને ઉઠમણાંઓના મુદ્દે ટેક્સટાઈલ ઉદ્યોગકારો ઘણાં લાંબા સમયથી પરેશાન હોઇ
, આ મુદ્દે અવારનવાર
રજૂઆતો સરકાર સમક્ષ થતી રહી છે. ગઈકાલે ટેક્સટાઈલ ઉદ્યોગના જુદા જુદા સંગઠનો સાથે
મળેલી મિટિંગમાં શહેર પોલીસે જોકે
, ઉદ્યોગકારોને રેફરન્સ
મેળવી તથા પૂરતી ચકાસણી કરીને ધંધો કરવાની હિમાયત કરી હતી
, એમ
શહેર પોલીસની મિટિંગમાં ઉપસ્થિત એક ઉદ્યોગકારે જણાવ્યું હતું.

ચાર-છ
મહિના કે બે-પાંચ વરસથી ધંધો વ્યવસ્થિત રીતે ચાલતો હોય અને છતાં કોઈ ઉઠમણું કરી
જાય તો
, પોલીસનું
કામ નાણાં કઢાવી આપવાનું નથી. કારણ કે પોલીસ પાસે લા એન્ડ ઓર્ડરના બીજા કામો પણ
હોય છે. પરંતુ પોલીસ આપને મદદ જરૃર કરશે. જોકે
, કારખાનેદારો
અને ટેક્સટાઈલ ઉદ્યોગકારોએ પણ સાવચેતી રાખવાની જરૃર છે
, એમ
જણાવાયું હતું.

છેતરપિંડીની
કે અન્ય નાણાકીય ફરિયાદ પોલીસને લેખિતમાં આપવામાં આવે પોલીસ ચોક્કસ જ એની સામે પગલાં
ભરશે. મિલકત ભાડે લઈને કામકાજ કરનારાઓ ઉઠમણાં કરીને ભાગી છૂટશે તો પોલીસ મિલકતદાર વિરુદ્ધમાં
પણ એકશન લેશે. ભાડુઆત અંગેનું પોલીસ જાહેરનામું આ અગાઉ બહાર પાડી દેવાયું છે.

<

p class=”MsoNormal”> 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s