પતિ વિરુદ્ધ ગુનો નોંધાવા પત્ની પાસે મહિલા PSIએ રૂ.10 હજાર લાંચ માંગી


– મહિલાઓને ન્યાય માટે કાર્યરત મહિલા પોલીસ સ્ટેશનમાં કરપ્શન

– પોલીસ મથકના દરવાજે જ PSI કમલાબેન ગામીત વતી લાંચની રકમ લેતા વચેટીયા વકીલ પંકજ માકોડેને એસીબીએ ઝડપી લીધો

સુરત, : સુરતના ઉમરા પોલીસ સ્ટેશનના ગ્રાઉન્ડ ફ્લોર પર મહિલાઓને ન્યાય મળે તે માટે કાર્યરત મહિલા પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઈએ પતિ વિરુદ્ધ ગુનો નોંધાવવા અરજી કરનાર મહિલા પાસે રૂ.10 હજારની લાંચ માંગતા એસીબીએ છટકું ગોઠવી પોલીસ સ્ટેશનના દરવાજા પાસે મહિલા પીએસઆઈ વતી લાંચની રકમ સ્વીકારતા વકીલને ઝડપી પાડી મહિલા પીએસઆઇની પણ ધરપકડ કરી હતી.

એસીબીના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના ઉમરા વિસ્તારમાં રહેતી એક મહિલાએ તેના પતિ વિરુદ્ધ ગુનો નોંધાવવા ઉમરા પોલીસ સ્ટેશનના ગ્રાઉન્ડ ફ્લોર પર મહિલાઓને ન્યાય મળે તે માટે કાર્યરત મહિલા પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી.જોકે, ઘણા સમયથી ચોક્કસ વકીલોની સાથે મળી અહીં અરજી અને ગુનો નોંધવાના થતા ખેલમાં સામેલ મહિલા પીએસઆઈ કમલાબેન રણજીતભાઇ ગામીત પાસે અરજીની તપાસ હોય તેમણે ગુનો દાખલ કરવા માટે મહિલા પાસે રૂ.10 હજારની લાંચની માંગણી તેમના વચેટીયા વકીલ પંકજભાઇ રમેશભાઇ માકોડે મારફતે કરી હતી. મહિલા લાંચ આપવા માંગતા ન હોય તેમણે ગતરોજ વલસાડ અને ડાંગ એસીબી પોલીસ સ્ટેશનના પીઆઈ ડી.એમ.વસાવાનો સંપર્ક કરી ફરિયાદ આપી હતી.

આથી પીઆઈ વસાવાએ એસીબી સુરત એકમના મદદનીશ નિયામક એન.પી.ગોહિલના માર્ગદર્શન હેઠળ પીઆઈ કે.આર.સકસેનાની મદદમાં આજરોજ છટકું ગોઠવી મહિલા પોલીસ સ્ટેશનની બહાર દરવાજા પાસે મહિલા પીએસઆઈ કમલાબેન ગામીત વતી લાંચની રકમ સ્વીકારતા વકીલ પંકજભાઇ માકોડેને ઝડપી પાડી મહિલા પીએસઆઇની પણ ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s