જતું કરવામાં કંઈ જતું નથી વકીલ-સાસુની સમજાવટથી વિખૂટા પડેલું દંપતી ફરી એક થયું


સુરત


 કુલ 162 પૈકી 146 કેસોનો સમાધાનથી નિકાલ ઃ લગ્નજીવનની નજીવી તકરારમાં સમાધાન શક્ય જણાતા કોર્ટે મીડીએશન કરાવ્યું


નેશનલ તથા સ્ટેટ કાનુની સેવા સત્તામંડળના માર્ગદર્શન હેઠળ
સુરત જિલ્લા કાનુની સેવા સત્તામંડળ દ્વારા આજે સુરત ફેમીલી કોર્ટ ખાતે યોજાયેલી
નેશનલ લોક અદાલતમાં પતિ-પત્નીના લગ્ન જીવનની તકરારો અંગે કુલ 162 જેટલા કેસો પૈકી 146 કેસોનો સમાધાનથી નિકાલ કરવામાં આવ્યો છે.

સુરત જિલ્લા કાનુની સેવા સત્તામંડળના અધ્યક્ષ અને મુખ્ય જિલ્લા
સેશન્સ જજ વીમલ કે.વ્યાસના માર્ગદર્શન હેઠળ આજે સુરત શહેર-જિલ્લાના તાલુકા સહિત ફેમીલી
કોર્ટ ખાતે નેશનલ લોક અદાલત યોજાઇ હતી. મોટા ભાગના કેસોના પક્ષકારો વચ્ચે વિવાદને બદલે
સંવાદથી અને લડવાને બદલે કાયમ માટે છુટા પડીને નવી જિંદગી શરૃ કરવાના કેટલાક કિસ્સાઓ
સામે આવ્યા હતા.

સુરતના અડાજણ ખાતે રહેતા વિજયભાઈના લગ્ન મે-2017માં મહારાષ્ટ્રમાં
રહેતા પત્ની શિલ્પાબેન સાથે થયા હતા. પણ ટુંકાગાળામાં પરસ્પર ગેરસજને લીધે પત્ની પતિનુ
ઘર છોડી પિયર આવી ગયા હતા. બીજી તરફ પતિ વિજયભાઈએ પ્રીતીબેન જોશી મારફતે છુટાછેડાનો
કેસ કર્યો હતો. લગ્નજીવનની નજીવી તકરાર હોવાથી કોર્ટે કન્સીલીટર્સ અને વકીલો મારફતે
સમાધાનના પ્રયત્નો હાથ ધર્યા હતા. બંને પક્ષકારોના સાસુ તથા વકીલો મારફતે ગેરસમજ દુર
કરીને જતું કરવામાં કંઈ જતું ન હોવાનું સમજાવતા બંને પક્ષકારોએ ફરી એકવાર નજીવા મતભેદો
ભુલીને સંસારની કેડીએ ફરી ચાલવાનું નક્કી કર્યું હતુ.

અન્ય એક કેસમાં અડાજણની પરણીતા હર્ષિતાબેન તથા પતિ
દિપેશભાઈના લગ્ન ઓગષ્ટ-2013માં થયા હતા. એક પુત્રના જન્મ બાદ દંપતી વચ્ચે મતભેદો
થતા વર્ષ-2019માં પતિ-પત્ની એકબીજાથી અલગ થયા હતા. પત્નીએ ભરણપોષણ માટે તો પતિએ
છુટાછેડા માટે કોર્ટમાં કેસ કર્યો હતો. પરંતુ પુત્રના ભવિષ્યને ધ્યાને લેવા
પતિ-પત્નીને મીડીએશન કરાયું હતું. જેમાં પતિ-પત્નીએ ભૂતકાળને ભુલીેને કાનુની
લડાઈને બદલે સમાધાનકારી વલણ અપનાવીને નવા ભવિષ્યની કેડી કંડારવા ફરી એક થયા હતા.

 

ેે

સાથે રહેવું શક્ય ન હોય તો છૂટા થવાનું વલણ યુવા પેઢીમાં વધુ

(પ્રતિનિધિ દ્વારા)       સુરત,શનિવાર

દાંપત્ય જીવનની તકરારોનો કેસોમાં નવી પેઢીના દંપતિમાં નવો
ટ્રેન્ડ જોવા મળ્યો છે. લોક અદાલતમાં છૂટાછેડાના બે કેસોમાં લાંબા સમય સુધી કાનુની
લડત લડીને ખુવાર થવાને બદલે ન ફાવે તો કાયમ માટે છુટા પડવાનું વલણ અપનાવવામાં
આવ્યું હતુ.

આજની પેઢીના દંપતીનો નવો મંત્રઃ ન ફાવે તો છુટા થવું, યુધ્ધમાં કોઈ જીતતું નથી

હાલ ઉધનામાં રહેતા હિતેશના લગ્ન 2017માં યુ.પી.ના વતની શગુન
સાથે થયા હતા. બંને પક્ષકારો ઉચ્ચ શિક્ષિત હોવાને લીધે  વૈચારિક મતભેદો થતાં વર્ષ-2019માં જ એકબીજાથી
અલગ થયા હતા.

અન્ય એક કેસમાં સુરતના ઉત્રાણમાં રહેતા સીમાબેન તથા મુંબઈના
વતની સંજયભાઈના લગ્ન વર્ષ-2010માં થયા હતા.બંનેને ત્યાં એક પુત્રીનો જન્મ થયા બાદ
મતભેદો થતાં પત્ની સીમાબેને સુરત પિયરના આશરે આવીને પતિ સામે કોર્ટ પ્રકરણો કર્યા
હતા. છેલ્લાં 10 વર્ષથી ચાલતી કાનુની લડાઈ બાદ બંનેને કેસ મીડીએશન માટે આવતાં
મીડીએટર તથા અશ્વિન જોગડીયાએ સમાધાનથી કેસનો નિકાલ લાવ્યા હતા. પત્નીએ ભરણપોષણની
રકમ જતી કરી બાળકીનો કબજો પિતાએ પોતાની પાસે રાખવાની સંમતિ આપી અલગ થવાનો નિર્ણય
લીધો હતો.

 છુટાછેડા,
લગ્નજીવન હકોના પુનઃસ્થાપનના 48કેસોનો નિકાલ

સુરત ફેમીલી કોર્ટ ખાતે યોજાયેલી નેશનલ લોક અદાલતમાં અંદાજે 49 સીવીલ
કેસો કે જેમાં છુટાછેડા
, લગ્ન જીવનના હક્કોના પુનઃ સ્થાપનના કેસો પૈકી 48 કેસોનો સમાધાનથી નિકાલ લવાયો હતો.

જ્યારે લગ્નસંબંધી તકરાર અંગેની ક્રીમીનલ પરચુરણ અરજીઓ જેમાં
ભરણ પોષણ
,
રીકવરી અરજીએ સહિત કુલ 113 અરજીઓમાંથી 98 અરજીઓનો નિકાલ લવાયો હતો.
કુલ 162 પૈકી 146 કેસોમાં કન્સીલીટર્સ
, વકીલો, કાયદાના સ્નાતક વિદ્યાર્થીઓ તથા જ્યુડીશ્યલ ઓફિસર્સના પ્રયત્નોથી સમાધાનથી
નિકાલ કરાયો હતો.

<

p class=”MsoNormal”> 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s