ગોડાદરામા કાપડના તાકા ભરેલા ટેમ્પો અડફેટે વૃદ્ધનું મોત : બે યુવાનને ઇજા

સુરત :

સારોલીથી
પરત આવતી વખતે શુક્રવારે બપોરે ગોડાદરાના રાજ ટેક્સ્ટાઇલ માર્કેટ પાસે બાઇકને કાપડના
તાકા ભરેલા ટેમ્પા  ચાલકે ટક્કર મારતા ઇજા પામેલા
ત્રણ સંબંધીઓ પૈકી વૃદ્ધનું મોત નીંપજ્યુ હતુ.

ટેમ્પોમાંથી
તાકા વૃધ્ધ સિક્યુરીટી ગાર્ડ પર પડતા દબાઇ ગયા ઃ નોકરી માટે વાત કરી ત્રણેય
સંબંધીઓ પરત ઘરે જતા હતા

<

p class=”12News”>સ્મીમેર
હોસ્પિટલથી મળેલી વિગત  મુજબ ગોડાદરા ખાતે ધૃવપાર્ક
નજીક પ્રિયંકા મેગાસિટી સોસાયટીમાં રહેતો ૨૨ વર્ષીય કાતક પવારની  સારોલી ખાતે 
આરઆરટીએમ માર્કેટમાં નોકરી માટે વાતચિત કરવા તેમના ફુવા સોહનલાલ ખંગારરામ રાઠોડ
(ઉ.વ.
60) સાથે
ગયો હતો. શુક્રવારે બપોરે કાર્તિક તથા રાજેન્દ્ર 
અને  સોહનલાલ બાઇક પર ઘરે  પરત આવવા નીકળ્યા હતા. તે સમયે ગોડાદરા ખાતે  રાજ ટેક્સટાઈ માર્કેટની બાજુમાં લક્ષ્મી પાર્ક સોસાયટી
પાસે કાપડના તાકા ભરેલા  થ્રી વ્હીલ ટેમ્પાના
ચાલકે બાઇકને ટક્કર મારી હતી. જેમાં ત્રણેને નાની મોટી  ઇજા થઇ હતી. સોહનલાલ  નીચે પડી 
ગયા હતા. તેથી  ટેમ્પા માંથી પડેલા તાકા
નીચે  સોહનલાલ દબાઈ  જતા ગંભીર ઈજા થતા કાતક તેમને  સારવાર માટે 
ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.  જ્યાં
ફરજ પરના ડોકટરે  તેમને મૃત જાહેર કર્યા હતા.
કાતક પવારે જણાવ્યું હતું તેના ફુવા સોહનલાલ મુળ રાજસ્થાનના પાલીના વતની હતા. તેમને
સંતાનમાં ત્રણ પુત્રો અને એક પુત્રી છે. તે સિક્યુરીટીગાર્ડ તરીકે ફરજ બજાવતા હતા.
આ અંગે ગોડાદરા પોલીસે  ટેમ્પા ચાલક વિરુદ્ધ
ગુનો નોંધી વધુ તપાસ હાથ ઘરી છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s